બંધારણના પહેલા અનુચ્છેદમાં જ લખેલું છે કે ઈન્ડિયા એટલે કે ભારત. હવે એવામાં સવાલ ઉઠે છે કે જ્યારે દેશ એક છે તો નામ એક કેમ નહીં. આ મામલો એક અરજી તરીકે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર આજે સુનાવણી થશે. અરજીકર્તાની દલીલ છે કે ઈન્ડિયા શબ્દ ગુલામીની નિશાની છે અને માટે તેની જગ્યાએ ભારત કે હિન્દુસ્તાનનો ઉપયોગ થવો જોઈએ.
અરજીકર્તાનું કહેવું છે કે, બંધારણના અનુચ્છેદ 1માં સંશોધન કરી ઈન્ડિયા શબ્દ હટાવી દેવામાં આવે. હાલ અનુચ્છેદ 1 કહે છે કે ભારત અર્થાત ઈન્ડિયા રાજ્યોનો સંઘ હશે. તેની જગ્યાએ સંશોધન કરીને ઈન્ડિયા શબ્દ હટાવી દેવામાં આવે અને ભારત કે હિન્દુસ્તાન કરી દેવામાં આવે. દેશને મૂળ અને પ્રામાણિક નામ ભારતથી જ માન્યતા આપવામાં આવવી જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અંગ્રેજી નામનું હટવું ભલે પ્રતીકાત્મક હશે, પરંતુ આ આપણી રાષ્ટ્રીયતા, ખાસ કરીને ભાવી પેઢીમાં ગર્વનો બોધ ભરનારી હશે. હકીકતમાં, ઈન્ડિયા શબ્દની જગ્યાએ ભારત કરવામાં આવવું આપણા પૂર્વજો દ્વારા સ્વતંત્રતા સંઘર્ષમાં કરવામાં આવેલી કઠોર ભાગીદારીને ન્યાયસંગત ઠેરવશે.
કેવી રીતે મળ્યુ નામ
કહેવાય છે કે, મહારાજ ભરતે ભારતનો સંપૂર્ણ વિસ્તાર કર્યો હતો અને તેમના નામ પર જ આ દેશનું નામ ભારત પડ્યું. મધ્ય યુગમાં ત્યારે તુર્ક અને ઈરાની અહીં આવ્યા તો તેઓએ સિંધુ ઘાટીમાંથી પ્રવેશ કર્યો. તે સ નું ઉચ્ચારણ હ કરતા હતા અને આ સિંધુનો અપભ્રંશ હિન્દુ થઈ ગયો. હિન્દુઓના દેશને હિન્દુસ્તાનનું નામ મળ્યું.
જ્યારે અંગ્રેજ આવ્યા તો તેઓએ ઈન્ડસ જેવી એટલે કે સિંધુ ઘાટીના આધાર પર આ દેશનું નામ ઈન્ડિયા કરી દીધું કેમ કે ભારત કે હિન્દુસ્તાન કહેવું તેમના માટે અસુવિધાજનક હતું.