પશ્ચિમ બંગાળના કૂચ વિહારની રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ. રેલીની ભીડ જોઈને ઉત્સાહિત પીએમ મોદીએ કહ્યું કે તમારા મોદી-મોદી કરવાથી અહીં કોઈની ઉંઘ ઉડી જાય છે.
આ દીદના વિનાશનું જીવતો-જાગતો પુરાવો છે. ચૂંટણી કમિશન પર સવાલ ઉઠાવવો એ જણાવે છે કે દીદી ડરી ગયા છે. તેઓએ કહ્યું કે, પહેલા ગરીબોના ઘરમાં ગેસ ચુલો સળગવો શક્ય નહોતુ લાગતુ. પરંતુ અશક્ય હવે શક્ય છે.
ટેલીફોન પર વાત કરવી લગભગ મફત થઈ જશે અને ઈન્ટરનેટ દુનિયામાં સૌથી સસ્તુ થઈ જશે, એ પણ અશક્ય લાગતુ હતુ. પરંત અશક્ય હવે શક્ય છે. કેન્દ્ર સરકારે કુચ વિહારના વિકાસ માટે સૈકડો યોજનાઓને મંજૂરી આપી. અશક્યને શક્ય કોણે બનાવ્યુ, તમે બનાવ્યુ છે, તમારા એક-એક વોટે બનાવ્યુ છે, તમારા આશીર્વાદે બનાવ્યુ છે.
Advertisement
Advertisement