પશ્ચિમ બંગાળમાં હેલીકૉપ્ટર લેન્ડિંગની અનુમતિ ન અપાયા બાદ રોડ માર્ગે પુરિલિયા પહોંચ્યા યૂપીના સીએમ યોગી આદિત્યનાથ મંગળવારે રેલી દરમિયાન મમતા સરકાર પર વરસ્યા. તેઓએ કહ્યું કે, મમતા બેનર્જીને સત્તામાં રહેવાનો હક નથી. યોગીએ કહ્યું કે મમતા સરકાર નિર્મમ અને બર્બર છે.
યોગીએ કહ્યું કે, ટીએમસીની આ ભ્રષ્ટ સરકારને સત્તામાંથી બેદખલ કરો. બંગાળને ભાજપની ધરતી બનાવો. ભાજપની સરકાર દરેક વર્ગની કાળજી રાખશે, જેવી બજેટમાં કરવામાં આવી છે.
લોકતંત્ર માટે આનાથી શરમનાક સ્થિતિ કઈ હશે કે એક મુખ્યમંત્રી પોતાના જ રાજ્યમાં ધરણા પર બેસી રહી છે. મમતાને લોકતંત્ર પર ભરોસો નથી.
તેઓએ આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાલમાં ટીએમસી ગુંડાગર્દી ચલાવી રહી છે. અહીં ભાજપ કાર્યકર્તાઓ પર હમલા થયા. ટીએમસી સરકારે દુર્ગા પુજા પર રોક લગાવી, રથ યાત્રા પર રોક લગાવી. મમતાની અરાજકતા વધારે દિવસ નહીં ચાલે.
પોતના સંબોધનના અંતમાં તેઓએ જય શ્રી રામનો જયકારો લગાવ્યો. યોગી આદિત્યનાથની આ રેલી સંપૂર્ણ રીતે ચૂંટણીલક્ષી લાગી રહી હતી. હેલીકૉપ્ટર લેન્ડિંગની પરવાનગી ન આપવા અને રેલીઓ રદ્દ કરવાનો ગુસ્સો તે મમતા સરકાર પર ઉતારતા જોવા મળ્યા.