લોકસભા ચૂંટણી 2019ના ચોથા ચરણ માટે આજે દેશની 72 સીટો પર મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળની 8 સીટો પર પણ સવારે જ મતદાન શરૂ થયુ છે. અહીં એક વાર ફરી મતદાન દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. આસનસોલમાં ટીએમસી અને ભાજપ સમર્થક આમને-સામને આવી ગયા હતા, જ્યાર બાદ પોલસે લાઠીચાર્જ કરવો પડ્યો. અહીં પોલિંગ બુથમાં ભાજપ નેતા બાબુલ સુપ્રીયો પણ કેટલાક લોકો સાથે ભીડાતા જોવા મળ્યા.
આ વચ્ચે ઘણા વિસ્તારમાંથી ઈવીએમમાં ગડબડીના સમાચાર આવી રહ્યા છે. જ્યારે, શાંતિપુરમાં એક વોટરના ઘરના સામેથી દેસી બોમ્બ જપ્ત કરાયો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાના ચરણોમાં બંગાળમાં આ પ્રકારની હિંસાની ખબરો આવી રહી છે. એટલું જ નહીં બીરભૂમ વિસ્તારમાં કેટલાક લોકો ઈવીએમ લઈને ભાગી ગયા છે. હકીકતમાં, કેટલાક પોલિંગ બૂથ પર સેન્ટ્રલ ફોર્સ તૈનાત નહોતા જ્યાર બાદ ભાજપ કાર્યકર્તાઓએ હંગામો કર્યો.
આસનસોલમાં ભાજપ કાર્યકર્તા સેન્ટ્રલ ફોર્સની તૈનાતીની માંગ કરી રહ્યા હતા, આ વચ્ચે તેઓએ મતદાનને પણ રોકી દીધું. આ દરમિયાન ટીએમસી સમર્થક ત્યાં આવ્યા અને બંન્ને પક્ષો વચ્ચે અથડામણ થઈ ગઈ, ત્યારે પોલીસે બંન્ને પર લાઠીચાર્જ કર્યો.
આસનસોલ ઉપરાંત બીરભૂમના નનૂરમાં પણ ભાજપ અને ટીએમસી સમર્થક આમને-સામને આવી ગયા છે. ગામના લોકોનો આરોપ છે કે ટીએમસીના લોકો તેમને ધમકાવી રહ્યા છે, જ્યાર બાદ મહિલાઓ પણ રસ્તા પર આવી ગઈ છે. પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે.