કર્ણાટકના ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાનું કહેવું છે કે તેમની પાર્ટી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનમાં બનેલી સરકારને અપદસ્થ કરવાનો પ્રયત્ન નથી કરી રહી. પણ આ વાતની ભવિષ્યવાણી કરી શકે છે કે તે વિધાનસભાના સંયુક્ત સત્ર પહેલા જાતે જ પડી ભાંગશે. આ સત્ર ફેબ્રુઆરીમાં થશે.
તેઓએ કહ્યું, 'ભાજપ સરકારને હટાવવાના કોઈ પ્રયત્ન નથી કરી રહ્યુ. પણ અમે નિશ્ચિત રૂપથી સન્યાસી નથી જે ચુપચાપ બેઠા રહે અને સરકારને પડતી જોઈ રહે. અમારામાં પણ મહત્વકાંક્ષા છે અને અમે રાજ્યમાં આગળની સરકાર બનાવવા માટે દરેક સંભવ પ્રયત્નો કરશે.' યેદિયુરપ્પાએ આ વાત સોમવારે કહી.
તેઓએ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આરોપોને પણ નકાર્યા હતા. જેમાં તેઓએ કહ્યું હતુ કે ભગવા પાર્ટીએ કોંગ્રેસ ધારસભ્યને 25-30 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. કોંગ્રેસનું કહેવુ છે કે તેમની પાસે ધારાસભ્યોની ખરીદીના પુરાવા છે. યેદિયુરપ્પાએ કહ્યું કે તે પાર્ટીને પાડવા માટે ખેલમાં સામેલ નથી. તેઓએ કહ્યું કે કોંગ્રેસ જો પોતાના દાવાઓને સાબિત કરવા માંગે છે તો પુરાવા રજુ કરે.
જેડીએસ-કોંગ્રેસ સમન્વય સમિતિના પ્રમુખ સિદ્ધારમૈયાનું કહેવું છે, 'અમારી પાસે સબૂત છે કે તેઓએ (ભાજપ)એ કોને પૈસાનો પ્રસ્તાવ આપ્યો. હું ઉચિત સમય પર તેનો ખુલાસો કરીશ. કોંગ્રેસી ધારાસભ્ય બીસી પાટિલ થી પણ ભાજપાએ સંપર્ક સાધ્યો હતો.'