સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ પોતાના ઉવાસ ખતમ કરી દીધા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમને મળવા પહોંચ્યા હતા. ફડણવીસના હાથે જ્યુસ પી ને અન્નાએ ઉપવાસ ખતમ કર્યા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, સરકાર દ્વારા માંગોને સ્વીકાર કરાયા બાદ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા છે.
અન્ના હજારેએ દેવેન્દ્ર ફડણવીસે બે કેન્દ્રીય મંત્રીઓની સાથે રાલેગણ સિદ્ધીમાં એક મેરાથન બેઠક બાદ પોતાનું અનશન ખતમ કરી લીધું.
હજારેએ લોકપાલ તેમજ લોકાયુક્તની નિયુક્તિના મુદ્દે ગઈ 30 જાન્યુઆરીએ અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કર્યા હતા. તેઓએ જણાવ્યું કે ફડણવીસ અને અન્ય મંત્રીઓ સાથે સંતોષજનક વાતચીત બાદ મેં મારા ઉપવાસ ખમત કરવાનો નિર્ણય કર્યો છે.
બપોરે હજારેના ગામ રાલેગણ સિદ્ધી પહોંચેલા મુખ્યમંત્રી ફડણવીસે જાણીતા સમાજસેવી સાથે ઘણીવાર સુધી વાત કર્યા બાદ કહ્યું કે સરકારે તેમની માંગો સ્વીકારી લીધી છે.