जन मन INDIA
slider news Trending News રમત ગમત

પ્રેગ્નન્ટ છે નતાશા, આ રીતે થઈ હતી એક્ટ્રેસની હાર્દિક સાથે પહેલી મુલાકાત

ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના ફેન્સ સાથે ખુશખબરી શેર કરી છે. હકીકતમાં સર્બિયાઈ મૉડલ અને હાર્દિકની મંગેતર પ્રેગનેન્ટ છે. હાર્દિકે સોશિયલ મીડિયા પર નતાશા સાતે કેટલીક તસ્વીરો શેર કરી આ વાતની જાહેરાત કરી છે.

હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર નતાશા સાથે તસ્વીર શેર કરી છે. તેની સાથે જ તેણે લખ્યું- ‘નતાશા અને મેં એક સાથે લાંબો સફર નક્કી કર્યો છે. અમે ટૂંક સમયમાં પોતાના જીવનમાં એક નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ.’

રિપોર્ટ્સ અનુસાર, નતાશા અને હાર્દિકની મુલાકાત મુંબઈના એક નાઈટ ક્લબમાં થયો હતો. ત્યાર બાદ બંન્ને વચ્ચે મુલાકાત વધતી ગઈ અને આ મિત્રતા પ્રમમાં બદલાઈ ગઈ.

ત્યાર બાદ થોડાક સમય બાદ મુંબઈના બાંદ્રામાં આયોજિત એક પાર્ટીમાં પહેલીવાર હાર્દિક નતાશાને લઈ પહોંચ્યો હતો. આ પાર્ટીનું આયોજન તેના મિત્રએ કર્યું હતું. હાર્દિકે નતાશાને પોતાના પરિવાર સાથે મેળાવળો કરાવ્યો. પાર્ટીમાં હાર્દિકના ભાઈ કૃણાલ અને તેની ભાભી પંખુડી શર્મા પણ હાજર હતી.

ઉલ્લેખનીય છે કે નતાશા સ્ટેનકોવિક બૉલીવુડની સાથે સાથે નાના પળદાના રિયલિટી શો માં પણ જોવા મળી ચૂકી છે. તે સલમાન ખાનના રિયલિટી શો બિગ બૉસના સીઝન 8નો ભાગ રહી ચૂકી છે.

આ ઉપરાંત તે નચ બલિયે સીઝન 9માં પણ જોવા મળી ચૂકી છે. નતાશા છેલ્લી વખત બૉલીવુડ ફિલ્મ ‘ધ બૉડી’ના એક ગીતમાં ઈમરાન હાશમી અને ઋષિ કપૂર સાથે જોવા મળી હતી.

Related posts

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

iPhone બન્યો દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન, જાણો Xiaomi અને Samsungનું સ્થાન

ravi chaudhari

JOBS OF THE WEEK: 1800થી વધુ જગ્યાઓ પર ભરતી, જલ્દીથી કરો અરજી

ravi chaudhari

Leave a Comment