કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાંથી રાજીનામું આપી ધીધું છે. તેઓએ પોતાનું રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યું છે. ચર્ચા છે કે તે શિવસેનામાં સામેલ થઈ શકે છે. 17 એપ્રિલે જ પ્રિયંકાએ પાર્ટીને લઈ પોતાની નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતુ, 'ઘણી દુઃખી છું કે પોતાનું લોહી-પરસેવો વહાવનારા કરતા વધારે ગુંડાઓને કોંગ્રેસમાં મહત્વ મળી રહ્યું છે.
પાર્ટી માટે મેં ગાળો અને પથ્થર ખાધા છે, પરંતુ તેમ છત્તા પાર્ટીમાં રહેનારા નેતાઓએ જ મને ધમકીઓ આપી. જે લોકો ધમકીઓ આપી રહ્યા હતા, તે બચી ગયા છે. તેમના વગર કોઈ કાર્યવાહીએ બચી જવું દુર્ભાગ્યપૂર્ણ છે.'
શું હતો સમગ્ર મામલો?
અગાઉ કરેલા ટ્વીટની સાથે એક ચિઠ્ઠી પણ જોડાયેલી છે જેને વિજય લક્ષ્મીના ટ્વીટર હેન્ડલથી જાહેર કરવામાં આવી હતી. હકીકતમાં આ મામલો મથુરાની તે પ્રેસ કૉન્ફરન્સ સાથે જોડાયેલો છે જેમાં પ્રિયંકાએ રાફેલ મામલે ભાજપને ઘેરી હતી.
આરોપ છે કે, કોંગ્રેસના સ્થાનીક કાર્યકર્તાઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યાર બાદ કેટલાક પર કાર્યવાહી પણ થઈ હતી. ચિઠ્ઠીમાં અનુશાસનાત્મક કાર્યવાહીની વાત કહેવામાં આવી. પરંતુ એ પણ લખ્યું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાના કહેવા પર આ કાર્યવાહી રદ્દ કરી દેવામાં આવી છે.