લોકસભા ચૂંટણીના પહેલા ચરણ માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરી રહ્યા છે. અહીં બિજનોરમાં તેમના રોડ શો દરમિયાન હંગામો થઈ ગયો. રોડ શો દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા આપસમાં બાખડ્યા હતા. પ્રિયંકા કોંગ્રેસ ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકીના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા.
બિજનોરમાં જ્યારે પ્રિયંકા ગાંધી રોડ શો કરી રહ્યા હતા ત્યારે ત્યાં કેટલાક ભાજપના કાર્યકર્તા આવી ગયા. ત્યારે પ્રિયંકાએ તેમની તરફ ઈશારો કર્યો અને હસતા-હસતા તેમના પર ફુલ-કોંગ્રેસનો ઝંડો ફેંકી દીધો.
જ્યાર બાદ ત્યાં હાજર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા આમને-સામને આવી ગયા. કોંગ્રેસ કાર્યકર્તા ચોકીદાર ચોર હે ના નારા લગાવી રહ્યા હતા, જ્યારે ભાજપના લોકોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધુ. ત્યાં ભાજપ કાર્યકર્તા પ્રિયંકાના કાફલાની સામે જ ઉભા થઈ ગયા, જેના પર પ્રિયંકાએ ફુલ-માળાઓ ફેંકી.
ઉલ્લેખનીય છે કે, બિજનોરમાં પહેલા ચરણમાં 11 એપ્રીલે જ મતદાન થવાનું છે, અહીં કોંગ્રેસના નસીમુદ્દીન સિદ્દીકી, ભાજપના કુંવર ભારતેન્દ્ર સિંહ અને બસપાના મલૂક નાગર વચ્ચે મુકાબલો છે.
પહેલા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને સોમવારે અહીં આવાવાના હતા, જ્યાં રોડ શો અને રેલીનો કાર્યક્રમ હતો. પરંતુ ખરાબ હવામાનના કારણે તે ન બની શક્યુ અને આજે પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે રોડ શો કરવા પહોંચ્યા.