કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યૂપીની પ્રભારી બનાવાયા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રા આજથી ચાર દિવસ માટે લખનઉના પ્રવાસે છે. પ્રિયંકા લખનઉમાં રોડ શો કરી રહી છે.
આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ છે. આ વચ્ચે,પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને વ્યવસાયી રૉબર્ટ વાડ્રાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ લખીને તેમને શુભકામનોઆ આપી.
વાડ્રાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું, 'તમને ઉત્તર પ્રદેશમાં કામ કરવા અને ભારતના લોકોની સેવા કરવાની નવી યાત્રા પર, મારી તરફથી શુભકામનાઓ. તમે મારા સૌથી સારા મિત્ર એક આદર્શ પત્ની અને આપણા બાળકો માટે સૌથી સારા માતા છો. ત્યાં ખુબ જ સંવેદનશીલ અને ભ્રષ્ટ રાજનીતિક માહોલ છે… પરંતુ મને ખબર છે, લોકોની સેવા કરવી તેમનું કર્તવ્ય છે અને હવે અમે તેમને (પ્રિયંકાને) ભારતના લોકોને સોંપીએ છીએ. મહેરબાની કરીને તેમને સુરક્ષિત રાખજો.'
જ્યારે બીજી તરફ, રૉબર્ટ વાડ્રા અને તેમની માં મૌરીન વાડ્રા જયપુર પહોંચ્યા છે. બીકાનેરમાં તેમની જમીન કૌભાંડ સાથે જોડાયેલી મની લૉન્ડ્રિંગ મામલે પૂછપરછ કરવાની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓએ રવિવારે પણ પોતાના ફેસબુક પર એક પોસ્ટ લખીને કહ્યું હતુ કે સચ્ચાઈની હંમેશા જીત થાય છે.