લખનઉ
લખનઉમાં પહેલા દિવસે કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે પ્રિયંકા ગાંધીની બેઠક સવારે સાડા પાંચ વાગ્યા સુધી ચાલી. આ દરમિયાન પ્રિયંકાએ પૂર્વી યૂપીની સંસદીય સીટોના કાર્યકર્તાઓ સાથે બેઠકમાં લોકસભા તૈયારીઓની સમીક્ષા કરી. મિટિંગમાં પદાધિકારી અને વરિષ્ઠ નેતા સામેલ થયા.
પ્રિયંકાએ કાર્યકર્તાઓને ઘણા કડક સવાલો પણ કર્યા અને જવાબ ન મળવા પર ફટકાર પણ લગાવી. પ્રિયંકાએ બેઠક મંગળવારે બપોરે 2 વાગ્યે શરૂ કરી જે બુધવારે સવારે સાડા પાંચ વાગ્યા સુધી લગભગ 16 કલાક સુધી ચાલી. કોંગ્રેસના નેતા એવો દાવો કરી રહ્યા છે કે પ્રિયંકાએ લંચ-ડિનર કર્યા વગર જ મિટિંગ ચાલુ રાખી.
પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજના કાર્યકર્તાઓની સાથે મુલાકાત બાદ મિટિંગ ખતમ કરી. હમણા તે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયથી નિકળી ચુક્યા છે. ત્યાર બાદ સવારે 11 વાગ્યે બીજી વાર મિટિંગ શરૂ કરશે. જ્યારે જ્યોતિરાદિત્યની પશ્ચિમી યૂપીના કાર્યકર્તાઓ સાથેની બેઠક મોડી રાત્રે ડોઢ વાગ્યા સુધી ચાલી. ત્યાર બાદ તે પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરની સાથે ત્યાંથી નિકળી ગયા.
કોંગ્રેસના એમએલસી દીપક સિંહે પ્રિયંકાની બેઠકવાળી ફોટો ટ્વીટ કરીને લખ્યુ, 'દિવસ ન રાત પ્રિયંકા ગાંધીજી કાર્યકર્તાઓ સાથે. અમને ગર્વ છે આવા નેતા પર જેણે સમય, ઉંઘ, ભોજનની ચિંતા કર્યા વગર રાતના એક વાગ્યા બાદ પણ કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે સંવાદ કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. તમારા હૌસલાને સલામ.'
પ્રિયંકાના સવાલોથી કાર્યકર્તાઓના છુટ્યા પરસેવા
પ્રિયંકાએ ઉન્નાવ લોકસભાની બેઠક પરથી શરૂઆત કરી. 2009ની લોકસભા ચૂંટણીમાં આ સીટ કોંગ્રેસ પાસે હતી. આ સીટ પરથી સાંસદ અન્નુ ટંડન હતા. બેઠક દરમિયાન પ્રિયંકાએ ચૂંટણીની તૈયારીઓમાં ઢીલા રવૈયા પર કાર્યકર્તાઓને ફટકાર પણ લગાવી. પ્રિયંકાએ એક પદાધિકારીને પૂછ્યુ, તમારી બુથ સંખ્યા શું છે? આ સાવલ પર તેઓ એક-બીજા સામે જોવા લાગ્યા. ઘણીવાર પછી આપસમાં વિચાર્યા બાદ તેઓએ જવાબ આપ્યો 'જી યાદ નથી.'
લખનઉમાં લીડરશીપ કેમ ન થઈ તૈયાર ?
લખનઉના પદાધિકારીઓ સાથે પ્રિયંકા ગાંધીની જ્યારે મુલાકાત થઈ તો તમામ સવાલો વચ્ચે તેઓએ પૂછ્યુ કે લખનઉમાં લીડરશીપ કેમ તૈયાર ન થઈ? જે મામલે તેઓએ જણાવ્યું કે અહીં બહારના લોકોને લાવીને ચૂંટણી લડાવવામાં આવે છે. તે ચૂંટણી લડે છે, પછી ચાલ્યા જાય છે અન સંગઠન નિરાશ થઈ જાય છે.
વૉટ્સએપ ગ્રુપ, ટ્વીટર એકાઉન્ટની માંગી જાણકારી
બેઠકમાં પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર કાર્યકર્તાઓની એક્ટીવીટીની જાણકારી પણ મેળવી. તેઓએ કાર્યકર્તાઓને બેઠકમાં તેમના વૉટ્સએપ ગ્રુપ, ટ્વીટર અને બીજા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીટેઈલ માંગી. તેઓએ તેમની જાતિ અને ઉપજાતિ પણ પૂછી.
હકીકતમાં બેઠકમાં તમામ કાર્યકર્તાઓ પાસે ફૉર્મ પણ ભરાવવામાં આવ્યા જે પ્રિયંકા ગાંધીએ જમા કરી લીધા. તેમા નામ, સરનામા ઉપરાંત તેમના વૉટ્સએપ અને ટ્વીટર એકાઉન્ટની જાણકારી પણ માંગવામાં આવી. તદ્દપરાંત પાર્ટીમાં અત્યાર સુધી તે ક્યા-ક્યા પદો પર રહ્યા છે, તેના વિશે પણ જાણકારી માંગી છે.