ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની 23મીએ યોજાનાર ચૂંટણી માટે જાહેર પ્રચારના પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી બંધ થઇ ગયા હતા. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના સમયના 48 કલાક પહેલાથી કોઇપણ પ્રકારની સભા, સરઘસ, રેલી કે લાઉડ સ્પીકર દ્વારા પ્રચાર કરી શકાતુ નથી.
ત્યારે રવિવાર સાંજ સુધી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો હતો. હવે આવતીકાલે એટલે કે 23 એપ્રિલે ત્રીજા તબક્કાનુ મતદાન સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી કરાશે. અને અનેક ઉમેદવારોના ભાવિ સીલ થશે.
ત્યારે પ્રધાનમંત્રી મોદી સવારે 7 થી 7.30 દરમિયાન રાણીપમાં મતદાન કરશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ સવારે 9 કલાકે મતદાન કરશે. નાણામંત્રી અરૂણ જેટલી સવારે 10 કલાકે કર્ણાવતી ક્લબ પાસેના મતદાન કેન્દ્ર પરથી મતદાન કરશે.
Advertisement
Advertisement