બંગાળના આસનસોલમાં પ્રધાનમંત્રી મોદીએ રેલી યોજી હતી. તે સમયે પીએમ મોદીએ જણાવ્યુ કે, "જે ભ્રષ્ટ છે તેઓને જ મોદીથી કષ્ટ છે. તેમણે કહ્યુ કે, આજે ટીએમસીની સરકાર ઘોંટાલાના મામલે કોંગ્રેસને સામે ટક્કર આપી રહી છે. કરપ્શન હોય કે ક્રાઇમ આ બેજ એવી વસ્તુ છે, જે ટીએમસીના રાજમાં નોન સ્ટોપ છે. બાકી દરેક વસ્તુ માટે સ્પીડ બ્રેકર દીદી તો છે જ". પ્રધાનમંત્રી બોલ્યા "સ્પીડ બ્રેકર દીદી, તેઓનુ ચૂંટણી આયોગ પર ભડકવું અને મોદીને ગાળો આપવી તે તમે બધાં જ જોઇ રહ્યા છો. દીદીની આ બોખલાટ ત્યારે વધી જાય છે જ્યારે હું કહુ છું કે જો ભ્રષ્ટ છે તેને જ મોદીથી કષ્ટ છે".
મમતા પર મોદીએ નિશાન સાધતા કહ્યુ કે "જો હરાજીમાં પ્રધાનમંત્રીનુ પદ મળતું તો કોંગ્રેસ અને ટીએમસી ઘોંટાલાઓ ના પૈસાથી રેસ લગાવતા, પરંતુ દીદી આ પદ હરાજીમાં નથી મળતુ", તેમણે વધુમાં જણાવ્યુ છે કે, "મમતા દીદી આંતકી પાસેથી તેઓના આંતકી હોવા માટેનો પુરાવો શુ માંગશો? કોલકત્તામાં બધાંજ વિપક્ષ હાથ પકડીને નાચતા હતા. હવે તે લોકો કહે છે કે જમ્મુ-કશ્મીરમાં અલગ પ્રધાનમંત્રી જોઇએ. દીદીએ પહેલા ઘૂસણખોરી કરી અને કેડર બનાવ્યુ, હવે વિદેશથી પ્રચારક પણ બોલાવી રહ્યા છે, દીદીની રેલીમાં ભીડ નથી થતી એટલે તેઓ હવે વિદેશી સ્ટારને બોલાવીને ચૂંટણી જીતવીની કોશીશ કરી રહ્યા છે".