ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 72 કલાકના પ્રતિબંધ બાદ પહેલુ નિવેદન આપ્યું છે. યોગી આદિત્યનાથે શુક્રવારે સવારે ટ્વીટ કરી હનુમાન જ્યંતીની શુભેચ્છાઓ પાઠવી. તેઓએ લખ્યુ કે, હનુમાનજીમાં મારી અતૂટ આસ્થા છે અને સંકટમોચનમાં આ આસ્થા વચ્ચે કોઈ નથી આવી શકતુ, તેમનું દૃઢ સંકલ્પિત, સમર્પિત જીવન મારા માટે એક પ્રેરણાસ્ત્રોત છે.
अयोध्या में रामलला, हनुमान गढ़ी में बजरंग बली और सरयू माता के दर्शन पाकर हुई अनुभूति को शब्दों में व्यक्त कर पाना संभव नहीं है। pic.twitter.com/wcRYiNXcVs
Advertisement— Chowkidar Yogi Adityanath (@myogiadityanath) April 19, 2019
સંભલમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે અત્યાર સુધીનો સ્કોર SP-BSP-Congress 0 છે અને તમામ સીટો ભાજપ જીતી રહી છે. ત્રીજા ચરણમાં કોઈ ચૂક ન થવી જોઈએ અને ભગવો ધ્વજ નમવો ન જોઈએ.
मेरे आराध्य रामलला, बजरंग बली और महादेव जी के दर्शन को किसी भी प्रकार की राजनीति से जोड़कर नही देखा जाना चाहिए। मैं स्पष्ट करना चाहता हूँ कि आस्था का अधिकार संविधान प्रदत्त है और मुझे इस अधिकार का प्रयोग करने से कोई रोक नहीं सकता।
Advertisement— Chowkidar Yogi Adityanath (@myogiadityanath) April 19, 2019
યોગીએ કહ્યું કે, ભારતની સરકારે મોદીજીની આગેવાનીમાં પાકિસ્તાનમાં ઘુસીને એરસ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, આતંકીઓનો ખાત્મો કર્યો છે. સમાજવાદી પાર્ટીના મોટા નેતા ચૌધરી વીરેન્દ્ર સિંહે મને કેટલાક દિવસ પહેલા ફોન કર્યો, જે બે વાર મંત્રી પણ રહ્યા છે અને ભાજપનું સમર્થન કરવાની વાત કહી.
मेरे रग रग में राम,कण कण में कृष्ण, प्रत्येक शिरा में शिव और प्रत्येक धमनी में धर्म व कर्तव्य बोध निरंतर प्रवाहित होता रहता है
आज मैं फिर कहना चाहूंगा कि मेरी धार्मिक पहचान हिन्दू है,वह हिन्दू जो भारत मे रहने वाले सभी पंथों और धर्मों का सम्मान समान भाव से आदिकाल से करता आ रहा है।Advertisement— Chowkidar Yogi Adityanath (@myogiadityanath) April 19, 2019
આજે કોઈ બહેન-દીકરીની સાથે અત્યાચાર કરવાના કારણે કાં તો જેલમાં હશે કે પછી સીધું રામ નામ સત્ય થઈ જાય છે. પાછલી સરકારો કબ્રસ્તાન માટે પૈસા આપતી હતી, સ્મશાન માટે નહીં પરંતુ અમે બધા માટે પૈસા આપી રહ્યા છીએ. તેઓએ કહ્યું કે જે વ્યક્તિને વંદે માતરમ ગાવામાં સંકોચ થાય છે, તેને વોટ મેળવવાનો કોઈ અધિકાર નથી.
યોગી આદિત્યનાથે કહ્યું કે પોતાને બાબરના વંશજ ગણાવનારા વ્યક્તિ આજે ગઠબંધનના ઉમેદવાર તરીકે તમારી સામે છે.