પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રસિદ્ધ સંગીતકાર ભૂપેન હજારિકા અને સંઘ સાથે જોડાયેલા નેતા તેમજ સમાજસેવી નાનાજી દેશમુખને સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનથી શુક્રવાર સાંજે જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે નાનાજી દેશમુખ તેમજ ભૂપેન હજારિકાને સન્માન મરણોપરાંત પ્રદાન કરવામાં આવશે.
આ પહેલા 45 વિભૂતિઓને ભારત રત્ન આપવામાં આવી ચુક્યો છે. હવે આ સંખ્યા 48 થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ત્રણેને ભારત રત્ન આપવા પર અલગ-અલગ ટ્વીટ તેમના યોગદાન વિશે જણાવ્યું.
મોદીએ નાનાજી દેશમુખના ગ્રામીણ વિસ્તારોમાં કરાયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા તેઓને સાચા ભારત રત્ન જણાવ્યા છે. હજારિકાને તેઓએ ભારતીય સંગીતને દુનિયાભરમાં લોકપ્રિય બનાવનારુ જણાવ્યા જ્યારે પ્રણવને હાલના સમયના સારા રાજનેતા જણાવ્યા.
4 વર્ષ બાદ સન્માન
જણાવી દઈએ કે ચાર વર્ષ બાદ ભારત રત્ન સન્માનની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા 2015માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને બીએચયૂના સંસ્થાપક પં. મદન મોહન માલવીય(મરણોપરાંત)ને સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યુ હતુ. 20 વર્ષ બાદ બે કે વધારે હસ્તિઓને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. 1997, 1998 અને 1999માં ત્રણ-ત્રણ હસ્તિઓને આ સન્માન આપવામાં આવ્યુ હતુ.
નાનાજી દેશમુખ
11 ઑક્ટોબર 1916એ મહારાષ્ટ્રના હિંગોલીમાં જન્મેલા નાનાજી દેશમુખ 12 વર્ષની ઉંમરમાં સંઘ સાથે જોડાયા પછી જનસંઘથી રાજનીતિમાં આવ્યા. કટોકટી વિરુદ્ધ જયપ્રકાશ નારાયણના આંદોલનના પ્રમુખ શિલ્પકાર રહ્યા.
ગ્રામીણ વિકાસ વિસ્તારમાં તેમનું યોગદાન ઉલ્લેખનીય છે. નાનાજીએ કહ્યું હતુ, 60 વર્ષથી વધારે ઉંમર થનારા લોકોને સરકારમાંથી બહાર રહીને સમાજસેવા કરવી જોઈએ. 27 ફેબ્રુઆરી, 2010એ ચિત્રકુટમાં તેમનું નિધન થયું.
ભૂપેન હજારિકા
8 સપ્ટેમ્બર 1926એ જન્મેલા હજારિકા ગાયક અને સંગીતકાર હોવાની સાથે જ કવિ, ફિલ્મ નિર્માતા, લેખક અને અસમની સંસ્કૃતિ અને સંગીતના સારા જાણકાર હતા. પોતાની મુળ ભાષા અસમી ઉપરાંત તેઓએ હિન્દી, બંગાળી સહિત ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા. તેઓને પારમ્પરિક અસમિયા સંગીતને લોકપ્રિય બનાવવાનો શ્રેય જાય છે. તેમનું નિધન 5 નવેમ્બર, 2011એ થયું.
પ્રણવ મુખર્જી
પાંચ દાયકાથી વધારે સુધી રાજનીતિમાં સક્રિય રહ્યા પ્રણવ મુખર્જી દેશના 13માં રાષ્ટ્રપતિ રહ્યા. પ્રણવ દા ના નામથી લોકપ્રિય મુખર્જી જ્યારે 1982માં ઈન્દિરા સરકારમાં નાણામંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર ફક્ત 47 વર્ષ હતી. તે દેશના સૌથી નાની ઉંમરના નાણામંત્રી હતા. ગયા વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય નાગપુર જવાથી ચર્ચામાં રહેલા પ્રણવ લાંબા સમય સુધી કોંગ્રેસ સંકટમોચક રહ્યા.