જન મન ઈન્ડિયા- સંવાદદાતા
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો સામે વિપક્ષ રસ્તા પર છે, દેશભરમાં કોંગ્રેસ સહિત અન્ય પાર્ટિઓએ પણ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. ત્યારે સરકાર સતત તર્ક આપી રહી છે કે આંતરરાષ્ટ્રીય કારણોના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે.
હવે આ મામલે એક્સપર્ટની સલાહ સામે આવી રહી છે. એનર્જી એક્સપર્ટ ડૉ. કિરિટ પારિખે જણાવ્યુ હતુ કે અમે જ સરકારને પેટ્રોલ-ડીઝલને ડિરેગુલેટ કરવાની વાત કહી હતી, જેને યુપીએ-એનડીએ સરકારે સ્વીકાર પણ કર્યું હતુ. જણાવી દઈએ કે આ એ જ એક્સપર્ટ છે કે જેઓએ લગભગ 8 વર્ષ પહેલા પેટ્રોલ-ડીઝલને વિનિયંત્રિત (સરકારી નિયંત્રણથી મુક્ત) કરવાની ભલામણ કરી હતી.
તેઓએ જણાવ્યુ હતુ કે આ સમયે પરિસ્થિતિ એ માટે બગડી છે કેમકે કેન્દ્ર સરકાર ઘણી અધિક માત્રામા ટેક્સ વસૂલી રહી છે. તેઓએ કહ્યુ કે લગભગ 100 ટકા ટેક્સ સરકાર તરફથી વસૂલવામાં આવી રહ્યો છે. સરકાર એ નથી કહી શકતી કે તે અમીરોને લૂંટીને ગરીબોને આપી રહી છે કેમકે ગરીબ પણ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરે છે.
તેઓએ આ સમસ્યાનો ઉકેલ લાવવાની રીત પણ જણાવી. તેઓએ કહ્યુ કે જો લોકોને પરેશાનીથી બચાવવા છે તો ટેક્સને ઓછો કરવો પડશે. કેન્દ્ર અને રાજ્ય બંન્નેએ પોતાનો ટેક્સ ઓછો કરવો જોઈએ.
એનર્જી એક્સપર્ટે કહ્યુ કે કેન્દ્રએ 2-3 ટકા અને રાજ્ય સરકારોએ 5 ટકા સુધી ટેક્સમાં કપાત કરવો જોઈએ. તેઓએ કહ્યુ કે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વસૂલવો સૌથી સરળ હોય છે અને આપણા દેશમાં તેને સૌથી વધારે વસુલવામાં આવે છે.
પેટ્રોલ-ડીઝલને GST સામેલ કરવાની માંગ પર પણ તેઓએ જણાવ્યુ હતુ કે, જો ફ્યુલને GST શામેલ કરવામાં આવે તો કલેક્શન નહીં વધે. કેન્દ્ર સરકાર ધીરે-ધીરે પેટ્રોલ-ડીઝલને GSTમાં સામેલ કરી શકે છે, કેટલાક સમય સુધી તેણે રાજ્યોને નુક્સાન માટે પૈસા પણ આપવાના રહેશે.