જન મન ઈન્ડિયા- સંવાદદાતા
પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરવા‘ભારત બંધ’નું એલાન અપાયું છતા આજે મંગળવારે ફરી એકવાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં14 પૈસાનો વધારો થતાં પેટ્રોલનો ભાવ રૂપિયા80.87 થયો છે. ડીઝલની કિંમત રૂપિયા72.97 પ્રતિ લિટરે પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલ14 પૈસા વધતાં88.26 રૂપિયાપ્રતિ લિટર થયો છે. ડીઝલમાં15 પૈસા નો ભાવ વધતાં નવો ભાવ 77.47 રૂપિયાપ્રતિ લિટરે પહોંચ્યો છે.
ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયો છે. ગુજરાતમાં મંગળવારે પાટણમાં પેટ્રોલની સૌથી વધારે ભાવ નોંધાયો હતો. પાટણમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરરૂ. 81.11 નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલ રૂપિયા 80.09 જ્યારે ડીઝલ રૂપિયા 79.39 થઈ ગયું છે. વડોદરામાં પેટ્રોલ રૂપિયા 79.80 અનેડીઝલ રૂપિયા 78.09 થયું છે. સુરતમાં પેટ્રોલ રૂપિયા 80.01 અને ડીઝલ રૂપિયા78.33 જ્યારે રાજકોટમાં પેટ્રોલ રૂપિયા 79.88 અને ડીઝલ રૂપિયા 78.19 થયું છે.
રસપ્રદ વાત એ છે કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે છે. બનાસકાંઠામાં પેટ્રોલ રૂ.80.46 જ્યારે ડીઝલ રૂ.78.53, દાહોદમાં પેટ્રોલ રૂ.80.95, ડીઝલરૂ.79.09, ભાવનગરમાં પેટ્રોલ રૂ.80.11 જ્યારે ડીઝલ રૂ.79.40, અરવલ્લીમાં પેટ્રોલ રૂ.80.72 જ્યારે ડીઝલ રૂ.79.01, પંચમહાલમાં પેટ્રોલ રૂ.80.42 જ્યારે ડીઝલ રૂ.78.72 પર પહોંચ્યું છે. રાજ્યનામોટા ભાગના જિલ્લામાં પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયા છે. સતત વધતા ભાવના કારણે દેશમાં પેટ્રોલની કિંમત રૂપિયા 90ના સ્તરે પહોંચે તેવી શક્યતા સેવાઇ રહી છે.ગ્લોબલ માર્કેટમાં સતત ઓઇલના ભાવો વધતા કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.