નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં ફરી સત્તામાં વાપસી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બાદ એક રાજ્યમાં ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. આ હેઠળ આજે પીએમ મોદીએ મંગળવારે રાજસ્થાનના ચુરૂમાં ચૂંટણી જનસભાને સંબોધિ. પાકિસ્તાનમાં ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઇક બાદ પ્રધાનમંત્રીની આ પ્રથમ રેલી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચુરુની રેલીમાં કહ્યું કે, આજે દેશનો મિજાજ અલગ છે. તેમણે કહ્યું કે હું દેશને વિશ્વાસ અપાવું છું કે દેશ સુરક્ષિત હાથોમાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014માં મેં કહ્યું હતું 'સૌગંધ મુજ્જે ઇસ મિટ્ટી કી, મેં દેશ નહીં ઝુકને દુંગા.' પીએમ મોદીએ કહ્યું કે દેશથી મોટું કંઇ નથી હોતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની કવિતાને વાંચી.
સૌગંધ મુજે ઇસ મિટ્ટી કી, મેં દેશ નહીં મિટને દૂંગા,
મેં દેશ નહીં રૂકને દૂંગા, મેં દેશ નહીં ઝૂકને દૂંગા.
મેરા વચન હે ભારત માં કો તેરા શીશ નહીં ઝૂકને દૂંગા,
સૌગંધ મુજે ઇસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દૂંગા
તેમણે કહ્યું કે, સોમવારે જ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકને દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મેં પૂર્વ સૈનિકોને OROP આપવાનો વાયદો કર્યો હતો, અમારી સરકાર હજુ સુધી 35 હજાર કરોડ રૂપિયા વિતરણ કરી ચૂકાયા છે. તેમણે કહ્યું કે અમારા માટે દળથી મોટો દેશ છે, અમે દેશની સેવામાં લાગ્યા છીએ.