પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ગુરુવારે આતંકવાદીઓએ હમલો કર્યો હતો. જેમાં 40 જવાન શહીદ થઈ ગયા છે. આ હમલાની દેશ-વિદેશમાં ઘણી નિંદા કરવામાં આવી રહી છે. દેશના ઘણા મોટા રાજનેતા તેના પર દુઃખ વ્યક્ત કરી ચુક્યા છે અને શહીદોના પરિવાર પ્રતિ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામા આતંકી હમલાને લઈ પ્રતિક્રિયા આપી છે. તેઓએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'આ ખુબ જ ભયાવહ ઘટના છે. આતંકવાદનો મકસદ આપણા દેશને તોડવાનો અને વહેંચવાનો છે પરંતુ હું એ સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ દેશને કોઈ પણ શક્તિ તોડી નથી શકતી, વહેંચી નથી શકતી. આખો વિપક્ષ આપણા સુરક્ષાદળો અને સરકારની સાથે ઉભો છે.'
ગાંધીએ આગળ કહ્યું, 'આ શોક, દુઃખ અને સન્માનનો સમય છે. આ હમલો હિન્દુસ્તાનની આત્મા પર હમલો થયો છે. જે લોકોએ આ કર્યું છે તેમને એવુ ન લાગવું જોઈએ કે તે દેશને જરાક જેટલું પણ નુકસાન પહોંચાડી શકે છે. તેમને ખબર હોવી જોઈએ કે આ દેશ આ પ્રકારના હમલાઓને ભૂલતો નથી. '
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું, 'આજે શોકનો દિવસ છે. આપણો દેશ લગભગ 40 સશસ્ત્રદળોના જવાનોને ખોઈ ચુક્યો છે અને આપણું સૌથી મોટું કર્તવ્ય એ છે કે આપણે તેમના પરિવારોને જણાવીએ કે અમે આ સમયે તેમની સાથે છે. આપણે ક્યારેય આતંકવાદી તાકાતો સાથે સમાધાન નહીં કરીએ. હું આતંકની આ ઘટનાની નિંદા કરુ છું, અમારી સંવેદનાઓ શહીદ જવાનો અને તેમના પરિવારોની સાથે છે.'