ભાજપ નેતા પંકજા મુંડેએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગનારા રાહુલ ગાંધીને ગળામાં બોમ્બ બાંધીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. મહારાષ્ટ્રના જલનામાં એક કાર્યક્રમમાં પંકજા મુંડેએ કહ્યું કે, આજકાલ કોઈ પણ ઉભુ થાય છે અને નરેન્દ્ર મોદીને સવાલ કરવા લાગે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, કેટલા લોકો મર્યા?
રવિવારે મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ રાવ સાહેબ દાનવેની એક સભામાં પંકજા મુંડેએ કહ્યું, 'અમે આપણા સૈનિકો પર કાયરતાના હમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરી, તેઓ પુછે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, હું કહું છું રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધી દો અને તેને ત્યાં મોકલી દો, આજકાલ કોઈ પણ ઉભુ થાય છે અને પીએમ નરેન્દ્ર મોદીને સવાલ કરવા લાગે છે, મોદી એવા લોકોને જાણતા સુદ્ધા નથી તો પણ લોકો પુછે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, કેટલા લોકો મર્યા, એવા લોકોને બોમ્બથી બાંધી દેવા જોઈએ અને હેલિકૉપ્ટરથી ફેંકી દેવા જોઈએ. ત્યારે આ લોકોને ખબર પડી જતી.'
પંકજા મુંડેએ કહ્યું કે, આ લોકો આર્મી પર શંકા કરી રહ્યા છે. એવા લોકોને જોઈએ કે જે પ્રકારે સરહદ પર આપણા જવાન સંઘર્ષ કરી રહ્યા છે તે જ પ્રકારે લોકતંત્રના સિપાહીના રૂપમાં તમારે પણ લડવું જોઈએ.' વર્ષ 2016માં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પ પર આતંકી હમલો થયો હતો.
આ હમલામાં સેનાના 20 જવાન શહીદ થઈ ગયા હતા. આ હમલા બાદ ભારતે સપ્ટેમ્બર 2016માં પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને આતંકી ઠેકાણાઓને નેસ્તાનાબૂદ કરી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સના પ્રમાણે ભારતની કાર્યવાહીમાં 30થી 35 આતંકી માર્યા ગયા હતા.