ભારત સહિત સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાન પર આતંક વિરુદ્ધ કાર્યવાહીનું દબાણ બનાવી રહ્યા છે. પરંતુ તેમ છત્તા પાકની પૈતરાબાજી ચાલુ છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસદળના કાફલા પર આત્મધાતી હમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી છે. પાકિસ્તાને મસૂદ પર કાર્યવાહીના સવાલ પર ભારત પાસેથી સબૂતોની માંગ કરી.
પાકિસ્તાનમાં છે મસૂદ અઝહર
હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ વાતનો સ્વીકાર કર્યો છે કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે. તેઓએ ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમની પાસે જે સૂચના છે તેના પ્રમાણે મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને ઘણો બીમાર છે. કુરૈશીના જણાવ્યા પ્રમાણે તે એટલો બીમાર છે કે પોતાના ઘરમાંથી બહાર પણ નથી નિકળી શકતો.
જ્યારે ઈન્ટરવ્યુ દરમિયાન ખાનગી ચેનલ દ્વારા પુછવામાં આવ્યું કે શું પાકિસ્તાન મસૂદ અઝહરની ધરપકડ કરશે? તો કુરૈશીએ કહ્યું કે જો ભારત પાસે સબૂત છે તો શેર કરે, જેથી પાકિસ્તાની લોકો અને ન્યાયાલયને સંતુષ્ટ કરી શકાય.
જણાવી દઈએ કે, પુલવામા આતંકી હમલા બાદ ભારતે પાકિસ્તાનને એક ડૉઝિયર સોંપ્યુ છે. જેમાં આ હમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાના ઠોસ પુરાવા છે. જ્યારે આ આતંકી સંગઠન પોતે પણ હમલાની જવાબદારી લઈ ચુક્યુ છે પરંતુ તેમ છત્તા પાકિસ્તાન પુરાવાની માંગ કરી રહ્યું છે.
પુલવામા હમલામાં ભારતના 40 જવાન શહીદ થયા હતા. જ્યારે આ હમલો થયો તો ત્યાર બાદ જૈશે આત્મઘાતી હમલાવર આદિલ અહમદ ડારનો એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયો હમલો કરતા પહેલા બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં આદિલ પોતાને જૈશનો વ્યક્તિ જણાવી રહ્યો છે.