પશ્ચિમ બંગાળમાં રથયાત્રાને લઈ ભાજપને કરારો ઝટકો લાગ્યો છે. કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે રથયાત્રાની અનુમતિને રદ્દ કરી દીધી છે. ગુરુવારે એકલ બેંચે ભાજપને ત્રણ રથયાત્રાની પરવાનગી આપી હતી. મમતા સરકારે એકલ બેંચના ત્રણ નિર્ણય વિરુદ્ધ મોટી બેન્ચમાં અરજી કરી હતી.
મમતા સરકારના નિર્ણય વિરુદ્ધ ભાજપે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુરુવારે નિર્ણય ભાજપના પક્ષમાં આવ્યો હતો, પણ આજે બાજી પલટાઈ ગઈ. હાઈકોર્ટના ચીફ જસ્ટીસની બેંચે નિર્ણય પલટતા રથયાત્રાની પરવાનગીને રદ્દ કરી દીધી.
એકલ બેંચના નિર્ણયને મમતા સરકાર માટે ઝટકા સમાન કહેવામાં આવી રહ્યો હતો, કેમકે તેઓએ ભાજપની રથયાત્રાની પરવાનગી આપી નહોતી. પણ શુક્રવારનો દિવસ ભાજપ માટે ઝટકાવાળો સાબિત થયો. મોટી બેન્ચે નિર્ણય પલટતા રથયાત્રા પર રોક બરકરાર રાખવાનો નિર્ણય સંભળાવ્યો.
Advertisement
Advertisement