લોકસભા 2019ના મતદાનનું આજે ત્રીજા ચરણનું મતદાન ચાલી રહી છે, એવામાં ગુજરાતની તમામ 26 લોકસબા બેઠકોનું મતદાન આજે એકસાથે છે ત્યારે , વહેલી સવારથી 7 વાગ્યા પહેલાથી જ મતદારોનો મતદાન મથક પર જમાવડો જોવા મળી રહ્યો છે.
ત્યારે લોકશાહીના આ પર્વમાં રાજ્યના મુખ્યમંત્રી સીએમ વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન રૂપાણી સાથે રાજકોટ ખાતેની અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કરી પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો.
તો આ તરફ અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ તેમના પરિવાર સાથે મતદાન કરી પોતાના મતધીકારનો ઉપયોગ કર્યો હતો. જો વાત કરીએ પહેલી બે કલાકની તો રાજકોટ બેઠક પર 8 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
Advertisement
Advertisement