પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતાપિતા સાથે પરીક્ષા પે ચર્ચા કરી રહ્યા છે. સ્કુલોમાં આ કાર્યક્રમનું સીધુ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. પીએમએ કહ્યું કે મારા માટે આ કાર્યક્રમ કોઈને ઉપદેશ આપવા માટે નથી.
હું અહીં તમારા વચ્ચે પોતાને પોતાના જેમ, તમારી જેમ અને તમારી સ્થિતિ જેવું જીવવા માંગુ છું, જેવું તમે જીવો છો. પીએમ એ એક કવિતાને યાદ કરતા કહ્યું કે કેટલાક રમકડા ટુટવાથી બાળપણ નથી મરતુ.
પરીક્ષાથી બહાર પણ મોટી દુનિયા છે. તેને વર્ગખંડની પરીક્ષા જ સમજો જીવનની નહીં. અભી નહીં તો કભી નહીં એવુ ન વિચારો. સોશિયલ સ્ટેટસ માટે માં-બાપ બાળકો પર દબાણ નાખે છે. રિપોર્ટ કાર્ડ પરિવારનું વિઝિટિંગ કાર્ડ ન બનવું જોઈએ.
ઑનલાઈન ગેમ સમસ્યા પણ છે અને સમાધાન પણ. પ્રદ્યોગિકીને મનના વિસ્તાર અને નવીનતાના સાધનના રૂપમાં આગળ વધવું જોઈએ. ટેક્નિકનું આજે ખુબ મોટુ યોગદાન છે. બાળકોને ટેક્નિકનો સારી ઉપયોગ કરવો જોઈએ.
વધુમાં પીએમએ જણાવ્યું કે, પરીક્ષા ખરાબ નથી હોતી, આપણે તેની સાથે ક્યા પ્રકારની ડીલ કરીએ છીએ તેના પર નિર્ભર કરે છે. મારો તો સિદ્ધાંત છે કે પરીક્ષા કસે છે, પરીક્ષા કોસવા માટે નથી હોતી. એક્ષામને જો આપણે અવસર માનીએ તો તેમાં મજા આવશે.
સમયને બરબાદ કરવી આપણી આદત બની ગઈ છે. બાળકોની બાળકો સાથે તુલના કરવી ઠીક નથી. તુલનાથી બાળકો પર ખુબ ફરક પડે છે. બાળકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. માતા-પિતાના સકારાત્મક રવૈયો, બાળકોના જીવનની ખુબ મોટી તાકાત બની જાય છે. તમે નૉલેજ પાછળ દોડો, માર્ક્સ દોડીને આવશે.