અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલ અરજી પર સુનાવણી ટાળી દીધી છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝાકીયા ઝાફરી દ્વારા કરવામાં આવેલ અરજીની સુનાવણી જુલાઇ 2019 સુધી ટાળી દીધી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ગુજરાતના 2002માં થયેલ રમખાણ મામલે તત્કાલીન મુખ્યમત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલ ક્લિનચીટને પડકારતી ઝાકીયા જાફરીની અરજીની સુનાવણી 2019 જુલાઇ સુધી ટાળી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, વર્ષ 2002માં ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના ડબામાં આગ ચાંપવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા.
જે દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં રમખાણોમાં 69 જેટલા લોકોના મોત થયા હતા. જેમાં ઝાકીયા જાફરીના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનો પણ સમાવેશ થાય છે.