આજે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26, કેરળની 20, ગોવાની 2, દાદરા નાગર હવેલીની 1, દીવ-દમણની 1, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, જમ્મુ-કાશ્મીરની 1, કર્ણાટકની 14, ઓરિસ્સાની 6, ઉત્તરપ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 5 સીટ માટે મતદાન થવાનું છે. સવારથી જ મતદાતાઓ લોકશાહીના આ પર્વમાં જોડાઇ રહ્યા છે. અને મતદાન કરી રહ્યા છે.
ગુજરાતના ગાંધીનગરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ મેદાનમાં છે. અહીંથી પહેલાં ભાજપના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડીને લોકસભા પહોંચ્યા હતા. કેરળના વાયનાડથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પર સૌની નજર છે.
દોઢ વાગ્યા સુધીનુ મતદાન
Advertisement
રાજકોટ 39.91%
વડોદરા 41.47%
અમરેલી 36.9%
અમદાવાદ પશ્વિમ 35.57%
દાહોદ 46.78%
કચ્છ 36.45%
અમદાવાદ પૂર્વ 38.64 %
ભાવનગર 36.35%
Advertisement