વર્ષ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ દેશવાસીઓ સહિત રાજકીય પક્ષોમાં ભારે ઉત્સુક્તા છે.રાજકીય પક્ષો પણ લોકસભામાની યોજાનારી તારીખને લઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે..જોકે દેશવાસીઓ સહિત રાજકીયપક્ષોની આતુરતાનો અંત હવે આવ્યો છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ માર્ચ મહિનામાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.આ સાથે જ 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ આ સમય દરમિયાન યોજાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે.
વર્તમાન લોકસભાનો સમય 3 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. બંધારણના નિયમ પ્રમાણે તે પહેલા જ નવી સરકાર રચાવવી અનિવાર્ય છે.
માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં 2019ની લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. જોકે ચૂંટણી કેટલા તબક્કામાં, કઈ તારીખે, મતગણતરીને લઈને કોઈ જ વિસ્તૃત જાણકારી હજી સુધી સામે આવી નથી.
આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી જ્યાં રાષ્ટ્રપતિ શાસન લદાયેલું છે તે જમ્મૂ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ ઉપરાંત ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ 2019ની લોકસભાની ચૂંટણીની સાથો સાથ જ યોજવામાં આવી શકે છે.
5 વર્ષ પૂર્વે 2014માં માર્ચ મહિનામાં જ લોકસભાની ચૂંટણી માટે તારીખ જાહેર થઈ હતી. ત્યારે ચૂંટણીપંચે 9 તબક્કામાં સામાન્ય ચૂંટણી અને 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.