કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર રાફેલ ડીલને લઈ જીએસટી અને ખેડૂત સન્માન નિધિ યોજના સુધી પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જીએસટીથી વેપારીઓને નુકસાન પહોંચાડવાનો ઉલ્લેખ કરીને કહ્યું કે પીએમ મોદીની આ ભયંકર ભૂલના માટે હું તમારી પાસે તેમના તરફથી માફી માંગુ છું.
જીએસટીથી વેપારીઓને થનારા નુકસાનનો હવાલો આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ગબ્બર સિંહ ટેક્સને સાચા જીએસટીમાં બદલીશું, જેમાં એક સાધારણ ટેક્સ હશે. રાહુલે વેપારીઓને સંબોધિત કરતા કહ્યું, 'જીએસટીથી તમારુ જે નુકસાન થયુ અને જે પીડા થઈ છે, તેના માટે હું તમારી પાસે નરેન્દ્ર મોદી તરફથી માફી માંગુ છું. તેઓએ ભયંકર ભૂલ કરી છે અને અમે તે ભૂલને સુધારીશુ.'
આ પહેલા જનસભાની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર આવીને મને ખુબ જ ખુશી થઈ રહી છે. સેનામાં ઉત્તરાખંડની જે ભાગીદારી છે, સમગ્ર હિન્દુસ્તાન તેમનું દિલથી સ્વાગત કરે છે. પુલવામાંમાં સીઆરપીએફના સૈનિક શહીદ થયા.
પુલવામા બ્લાસ્ટ બાદ અમે તરત કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સરકાર અને દેશની સાથે ઉભી છે. પરંતુ તે સમયે પ્રધાનમંત્રી કૉર્બેટ પાર્કમાં વીડિયો શૂટમાં લાગેલા હતા. હસતા-હસતા તેઓ અહીં ત્રણ કલાક સુધી લાગેલા રહ્યા અને દિવસભર દેશભક્તિની વાત કરે છે.