પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડથી ચૂંટણી જનસભાને સંબોધિત કરી. 10 દિવસમાં ઉત્તરાખંડમાં તેમની આ બીજી ચૂંટણી રેલી છે. પ્રધાનમંત્રી વિશેષ, વિમાનથી જૌલીગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા. જ્યાંથી તે પરેડ મેદાનમાં પહોંચ્યા અને જનતાનું અભિવાદન કર્યું.
મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદી આ પહેલા 28 માર્ચે રૂદ્રપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી ચુક્યા છે. પ્રધાનમંત્રીએ સંબોધન શરૂ કર્યુ અને ઉત્તરાખંડવાસીઓને હરેલા પર્વની શુભકામનાઓ આપી.
તેઓએ દેવી દેવતાઓને નમન કર્યું અને ઉત્તરાખંડને સૈન્ય ધામ જણાવ્યુ. બાબા કેદારના આશીર્વાદથી વિકાસ કરવામાં સફળ રહ્યા. ઉત્તરાખંડની જનતાએ મારો સાથ આપ્યો. કહ્યું કે, અમારી સરકાર ઠોસ નિર્ણયો લે છે. સામાન્ય વર્ગને 10 ટકા અનામત અમારી સરકારે જ આપી છે.
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ખોખલો છે. અમારી સરકાર અગ્રિમ મોર્ચા પર મોટા નિર્ણય લઈ શકી. તમે હંમેશા ચટ્ટાનની જેમ ઉભા રહ્યા. માટે 40 વર્ષથી લટકેલો વન રેન્ક વન પેન્શનનો મુદ્દો અમે હલ કરી શક્યા. જેમની નિયત ફક્ત વોટ અને નોટ ભેગા કરવાની રહી, તેઓએ તો આને લટકાવવામાં અને ભટકાવવામાં કોઈ કસર નથી છોડી.