ગણતંત્ર બચાઓ યાત્રા અંતર્ગત ભાજપ આવનારા આઠ દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળના વિભિન્ન ભાગોમાં ઓછામાં ઓછી 10 રેલીઓ કરશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત પાર્ટીના બીજા શીર્ષ નેતાઓ પણ હાજર રહ્યા. 24-પરગના જિલ્લાના ઠાકુરનગરમાં આજે પીએમ મોદી બે રેલીઓને સંબોધિત કરવાના છે. રેલી માટે પીએમ ઠાકુરનગર પહોંચ્યા, જ્યાં તોઓએ લોકોને સંબોધિત કર્યા.
તેઓએ રેલીને સંબોધીત કરતા જણાવ્યું હતુ કે, કાલે એક ઐતિહાસિક પગલુ ભરવામાં આવ્યું. દેશના ઈતિહાસમાં પહેલીવાર ખેડૂતો અને કામદારો માટે ખુબ મોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવી. તે યોજનાઓથી દેશના 12 કરોડથી વધારે ખેડૂતો, 20 કરોડ મજૂરો અને 3 કરોડ મધ્યમવર્ગીય લોકોને લાભ મળશે.
એ આપણા દેશનું દુર્ભાગ્ય છે કે આઝાદી બાદ પણ અનેક દાયકાઓ સુધી ગામની સ્થિતિ પર એટલું ધ્યાન નથી અપાયુ, જેટલુ આપવું જોઈતુ હતુ અને અહીં પશ્ચિમ બંગાળમાં તો સ્થિતિ વધુ ખરાબ છે.
આજની રેલીનું દૃશ્ય જોઈને મને સમજાઈ ગયુ છે કે દીદી હિંસા પર કેમ ઉતરી આવી છે. અમારા પ્રતિ બંગાળની જનતાના પ્રેમથી ડરીને લોકતંત્રને બચાવવાનું નાટક કરનારા લોકો નિર્દોષ લોકોની હત્યા કરવા પર તુલ્યા છે.
ખેડૂતોને કેન્દ્ર સરકાર વાર્ષીક 6,000 રૂપિયાની મદદ આપશે. આ રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે તેમને ત્રણ હપ્તામાં આપવામાં આવશે. જેનો પહેલો હપ્તો ટુંક સમયમાં તેમના ખાતમાં આપવામાં આવશે. આ તો ફક્ત શરૂઆત છે. લોકસભા ચૂંટણી બાદ આગળનું બજેટ આવશે. જે યુવાઓ, ખેડૂતો અને સમાજના અન્ય વર્ગો માટે હશે.
જેણે દેવું લીધુ તેના અઢી લાખ રૂપિયા માફ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો અને માફી થઈ ફક્ત 13 રૂપિયાની. આ કહાની મધ્યપ્રદેશની છે. જ્યારે રાજસ્થાનમાં સરકારે તો હોથ જ ઉભા કરી દીધા છે. તેમનું કહેવું છે કે દેવામાફીથી રાજ્ય પર બોજ વધશે.