કોરોનાના કારણે દિલ્હી સરકારે મોટો નિર્ણય લેતા સરકારના અંતર્ગત આવતા તમામ વિશ્વવિદ્યાલયોની પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરી છે. મનીષ સિસોદીયાએ જણાવ્યું કે, તેમાં અંતિમ વર્ષની પરિક્ષાઓ પણ સામેલ છે. વિદ્યાર્થીઓને ડિગ્રી તેમના પૂર્વ વર્ષના નંબરોના આધાર પર પ્રદાન કરવામાં આવશે.
દિલ્હી ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પણ જણાવ્યું કે, તમામ વિશ્વવિદ્યાલયોને ફાઈનલ પરીક્ષા રદ્દ કરી વિદ્યાર્થીઓના મૂલ્યાંકનનો કોઈ પાયો તૈયાર કરી ડિગ્રી ઝડપથી આપવા માટે કહેવામાં આવ્યું છે. કોરોનાના કારણે પરીક્ષા લેવી અને ડિગ્રી ન આપવી અન્યાય હશે. આ નિર્ણય રાજ્ય વિશ્વવિદ્યાલય માટે લેવામાં આવ્યો છે.
કઈ-કઈ યૂનિવર્સિટીમાં નહીં થાય પરિક્ષાઓ, ડીયૂનું શું છે સ્ટેટસ
દિલ્હી સરકારના અંતર્ગત આવનારા વિશ્વવિદ્યાલય છે- આઈપી યૂનિવર્સિટી, આંબેડકર યૂનિવર્સિટી, ડીટીયૂ તેમજ અન્ય આ બધામાં પરીક્ષાઓ નહીં થાય. જો કે વાત જો દિલ્હી વિશ્વવિદ્યાલયની કરીએ તો આ અંતર્ગત આવનનારી દિલ્હી સરકારની કૉલેજો વિશે નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે.
દિલ્હી સરકાર માને છે કે, જે સેમિસ્ટર ભણાવવામાં જ નથી આવ્યું તેની પરીક્ષા લેવી યોગ્ય નથી. આ સાથે જ સિસોદીયા પહેલા પણ કહી ચૂક્યા છે કે આ કોરોનાકાળ છે અને આ મોટા નિર્ણયો લેવાનો સમય છે. એવામાં અમારી સૌથી મોટી પ્રાથમિકતા દરેક જીવને બચાવવાની છે.