નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર શક્યતાઓ પર અરવિંદ કેજરીવાલે પૂર્ણ વિરામ લગાવી દીધો છે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, દિલ્હીની તમામ સાત બેઠકો પર આપના ઉમેદવાર જીતશે. એ સ્પષ્ટ છે કે દિલ્હીમાં આપ એકલી ચૂંટણી મેદાનમાં ઉતરશે.
જોકે, કોંગ્રેસની કમાન દિલ્હીમાં શીલા દીક્ષિતના હાથોમાં આપ્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને આપની સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરશે. પરંતુ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું છે કે નરેન્દ્ર મોદીને 2019ની લોકસભા ચૂંટણીમાં હરાવવા છે તો દિલ્હીની તમામ બેઠકો પર આપ ઉમેદવારોને જીતાડીને સંસદ મોકલીએ જેથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવી શકાય.
જોકે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી પ્રદેશની પાંચ લોકસભાની બેઠકો પર પોતાના પ્રભારીની નિમણૂંક કરી દેવાઇ છે. તે તમામ પોતપોતના સંસદીય ક્ષેત્રોમાં સતત સક્રિય છે.