નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરૂદ્ધ વધુ એક મહારેલીમાં વિપક્ષી નેતા બુધવારે જંતર-મંતર પર એકઠા થયા છે. આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આ દળ અલગ અલગ મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવા માટે રેલી કરવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટીના નેતૃત્વમાં રેલી થઇ રહી છે. દિલ્હીના જંતર મંતર પર આપ દ્વારા આયોજિત 'તાનાશાહી હટાઓ, દેશ બચાઓ' રેલી શરૂ થઇ ગઇ છે. આ રેલીને વિપક્ષી દળોના તમામ નેતાઓ સંબોધિત કરશે. વિપક્ષી દળના નેતાઓ એક બાદ એક જંતર મંતર પહોંચી રહ્યા છે. આરજેડી તરફથી સાંસદ જયપ્રકાશ યાદવ પહોંચ્યા છે.
મમતા બેનર્જી આપના કાર્યક્રમમાં પહોંચતા પહેલા સંસદ પહોંચ્યા. તેમણે સંસદ પરિસરમાં ચાલી રહેલ પ્રદર્શનમાં ભાગ લીધો. અહીં પહોંચતા જ મમતાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા અને રાફેલ ડીલમાં કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો.
આ પાર્ટીના દિલ્હી સંયોજક ગોપાલ રાય અનુસાર રેલીમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા અને એનસીપીના પ્રમુખ શરદ પવાર ભાગ લેશે.
તેમણે જણાવ્યું કે, સમાજવાદી પાર્ટી, ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રીય લોક દળ અને અન્ય પાર્ટિઓના નેતાઓ પણ મહારેલીને સંબોધિત કરશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ રેલીમાં સામેલ થવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે પાર્ટીએ તે તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ મોકલ્યું છે જેઓ ગત મહિને તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ બેનર્જી તરફથી આયોજિત કરવામાં આવેલ ભાજપ વિરોધી રેલમાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાન્ય ચૂંટણીના કેટલાક મહિનાઓ બાકી રહ્યા છે, તેવામાં આ રેલી ભાજપ અને તેમના મહાગઠબંધન NDAના સહયોગીઓ માટે પડકાર આપવા માટે એક મહાગઠબંધન બનાવવ માટે વિપક્ષી નેતાઓને સાથે લાવશે.