લોકસભા ચૂંટણી 2019 પહેલા કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક પાર્ટી કાર્યાલયમાં શરૂ થઈ ચુકી છે. ગુરુવારે થઈ રહેલી આ અહેમ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધી હાજર રહ્યા.
પ્રિયંકા ગાંધીના સમકક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સામેલ થયા હતા. આ બેઠકમાં પાર્ટી મહાસચિવો ઉપરાંત રાજ્ય પ્રભારીઓને બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ સહિત ઘણા વરિષ્ઠ નેતા હાજરી આપી હતી.
તમને ખબર હશે કે લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 7 ફેબ્રુઆરીએ આ મહત્વની બેઠક બોલાવી હતી. 9 ફેબ્રુઆરીએ તે સ્ટેટ કોંગ્રેસ કમિટિઓના અધ્યક્ષોને મળશે.
બેઠકમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. સામાન્ય ચૂંટણીમાં ઘણો ઓછો સમય બચ્યો છે, જેને લઈ કોંગ્રેસની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બેઠકમાં કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટો પર પણ ચર્ચા કરી શકે છે.