યુવા નેતાગીરીને પ્રોત્સાહન આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વયોવૃદ્ધ નેતાને મહત્વપૂર્ણ જવાબદારી ફરી એક વખત સોંપી છે.દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતને ફરી એક વખત પ્રદેશ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે..જેનાભાગ સ્વરૂપે શીલા દીક્ષિતને દિલ્લીના કોંગ્રેસ અધ્યક્ષ બનાવાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે. અજય માકનના સ્થાને શીલા દીક્ષિતને આ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસ નેતા પીસી ચાકોએ શીલા દીક્ષિતને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયાની જાહેરાત કરી હતી. ચાકોના જણાવ્યા પ્રમાણે હારૂન યુસૂફ, રાજેશ લિલોઠિયા અને દેવેન્દ્ર યાદવને વર્કિંગ પ્રેસિડેંટ બનાવવામાં આવ્યા છે.
અજય માકને અગાઉ સ્વાસ્થ્યનું કારણ આપીને રાજીનામુ આપ્યું હતું.જે બાદ દિલ્લી કોંગ્રેસને એક એવા અનુભવી ચહેરાની જરૂરી હતી જે પાર્ટીને વધુ ઉપર લાવી શકે. આમ શીલા દીક્ષિતને આ કમાન સોંપવામાં આવ્યા બાદ. અજય માકને પણ ટ્વીટ કરીને શીલા દીક્ષિતને અભિનંદન પાઠવ્યા હતા. માકને ટ્વીટમાં લખ્યું હતું. કે મને વિશ્વાસ છે કે, શીલા દીક્ષિતની આગેવાનીમાં કોંગ્રસ મોદી અને કેજરીવાલ સરકારના વિરોધમાં એક સક્ષમ વિપક્ષની ભૂમિકા પર રહેશે.