દાહોદઃ ગુજરાતમાં ‘હું પણ કોરોના વોરિયર્સ’ અભિયાન અંતર્ગત દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લીધા હતા. આ અભિયાનનો ઉદ્દેશ સંપૂર્ણ શક્તિ અને નિષ્ઠા સાથે કોરોના સામેની લડતને આગળ વધારવાનો છે.
દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમત્રી વિજય રૂપાણીની સૂચના પર કોરોના વાયરસ સામેની લડતને એક કોરોના યોદ્ધાની જેમ લડવામાં આવે.
ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ થોડા દિવસો પહેલા આ અભિયાનની રાજ્યભરમાં શરૂઆત કરી હતી. આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રૂપાણીએ તમામ નાગરિકોને કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવવા હાકલ કરી હતી.
સીએમ રૂપાણીએ ત્રણ સંકલ્પો લેવડાવ્યા, જેમાં ઘરના વડીલો અને બાળકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી અને માસ્ક પહેર્યા વિના બહાર ન આવવાનું કહેવામાં આવ્યું હતું. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ અભિયાન 27મે સુધી ચાલશે.