ભારતીય ઈતિહાસમાં આજનો દિવસ સોનેરી અક્ષરોમાં નોંધાયેલો છે. આજે દાંડી માર્ચને 89 વર્ષ પૂરા થઈ ગયા છે. 12 માર્ચ, 1930એ આ માર્ચની શરૂઆત થઈ હતી. જેને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો અહેમ પડાવ માનવામાં આવે છે. આ ખાસ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે. તેઓએ ટ્વીટ કરી લખ્યું છે. 'જ્યારે એક મુઠ્ઠી મીઠાએ અંગ્રેજી સામ્રાજ્યને હલાવી નાખ્યુ.'
તેઓએ સાથે જ પોતાના બ્લૉગ પણ શેર કર્યો છે. જેમાં તેઓએ કોંગ્રેસ પર પણ હમલો કર્યો છે. તેઓએ લખ્યું છે, 'ગાંધીજીએ હંમેશા પોતાના કામથી આ સંદેશ આપ્યો કે અસમાનતા અને જાતિ વિભાજન તેઓને કોઈ પણ સ્થિતિમાં સ્વીકાર્ય નથી.
जब एक मुट्ठी नमक ने अंग्रेजी साम्राज्य को हिला दिया !https://t.co/QVuDNCZoXL
Advertisement— Narendra Modi (@narendramodi) March 12, 2019
દેશવાસિયોમાં ભાઈચારાની અટૂટ ભાવના જ અસલી આઝાદી છે. દુખની વાત એ છે કે કોંગ્રેસે સમાજને વિભાજિત કરવામાં ક્યારેય સંકોચ નથી કર્યો. કોંગ્રેસના શાસનમાં સૌથી ભયાનક જાતિગત દંગા અને દલિતોના નરસંહારની ઘટનાઓ થઈ છે.'
'શું આપ જાણો છો કે દાંડી માર્ચની યોજનામાં મુખ્ય ભૂમિકા કોની હતી? મહાન સરદાર પટેલની. તેઓએ અંત સુધી તેની દરેક યોજના બનાવી. બ્રિટિશ સરદાર સાહેબથી ઘણા ડરતા હતા જેના કારણે તેઓએ દાંડી માર્ચના શરૂ થવાના કેટલાક દિવસ પહેલા જ તેમની ધરપકડ કરી લીધી. તેનાથી તેમને આશા હતી કે ગાંધીજી ડરી જશે. જો કે એવુ કંઈ ન થયુ. ઉપનિવેશવાદથી લડવું સૌથી હાવી રહ્યુ.'