મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પોતાના ગઠન બાદથી જ વિવાદોમાં છે, કે એમ જ કહીએ કે વિવાદ ખતમ થવાનું નામ જ લેતો નથી. એવામાં કમલનાથ સરકારે એક એવો નિર્ણય લીધો છે કે જેનાથી રાજકારણ ગરમાય એ વાત નક્કી છે.
હકીકતમાં કમલનાથે દર મહિનાની એક તારીખે મંત્રાલયમાં ગવાતા વંદે માતરમને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. શિવરાજ સરકારે આ પરમ્પરાની શરૂઆત કરી હતી. જેના અંતર્ગત મંત્રાલયના તમામ કર્મચારી મહિનાની પહેલી તારીખે પરિસરમાં એકઠા થઈને એકસાથે રાષ્ટ્રગાન 'વંદે માતરમ' ગાન કરતા હતા. આ પહેલા પણ વંદે માતરમને લઈ રાજકારણ થતુ રહ્યું છે.
જ્યાં કોંગ્રેસ રાષ્ટ્રગાન મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ નથી કરતુ જ્યારે ભાજપે કોંગ્રેસ પર આક્ષેપો કરીને તેને સતત ઘેરતી રહે છે. આ મુદ્દે કોંગ્રેસને ઘેરતા કેટલાક દિવસો પહેલા બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતુ કે તે કોઈ ધર્મ સાથે જોડાયેલું ન હોઈ શકે. પણ કોંગ્રેસે ગાન પર પ્રતિબંધ લગાવીને તેને ધર્મ સાથે જોડી દીધું.
જણાવી દઈએ કે આ પહેલા પોતાના ઘોષણા પત્રમાં સરકારી કર્મચારીઓને સંઘની શાખાઓમાં જવા પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે સરકારી ઈમારતોના પરિસરોમાં સંઘની શાખાઓનું આયોજન ન કરી શકાય.