કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે ઓડિશાના ભુવનેશ્વરમાં છે. તે વિદ્યાર્થીઓ અને યુવા ઉદ્યમીઓ સાથે વાત કરશે. તદ્દપરાંત તેમનો એક રેલીને પણ સંબોધિત કરવાનો કાર્યક્રમ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાજપનું વાલી છે.
તે માને છે કે દેશમાં ફક્ત આ જ એક સંગઠન છે અને તેને દેશના દરેક સંસ્થાઓમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે અને સંસ્થાઓ બરબાદ છે. કહેવામાં આવી રહ્યું છે કે જસ્ટિસના મર્ડરમાં ભાજપ અધ્યક્ષનો હાથ છે.
તે પહેલા ક્યારેય નહોતુ થયું. તમે નૉર્થ બ્લૉક જાઓ ત્યાંથી દરેક વ્યક્તિ કહેશે કે ઓએસડી મુકવાના નિર્દેશ પણ નાગપુરથી મળે છે.' ભુવેશ્વરમાં રાહુલે કહ્યું કે અમે લોકોની સાંભળીએ છીએ. નરેન્દ્ર મોદીજીની જેમ નહીં જે સમજે છે કે તેમને બધુ જ ખબર છે અને સલાહ માટે કોઈ અવકાશ નથી. આ અંતર છે ભાજપ અને કોંગ્રેસમાં.
કાર્યક્રમમાં સંબોધન કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, આપણે ચીન સાથે પ્રતિસ્પર્ધા કરવાની છે. આપણે એ માનવાનું રહેશે કે સૌથી મોટો પડકાર ચીનની જેમ સતત રોજગાર પેદા કરવાનો છે. સ્વચલિત યંત્રો હોવાછતા ચીનમાં રોજગાર પર અસર કેમ નથી પડ્યો?
જ્યારે હું કૈલાશ માનસરોવર ગયો હતો ત્યારે હું ત્યાં ના મંત્રીઓને મળ્યો જેઓએ મને જણાવ્યું કે રોજગાર પેદા કરવો કોઈ પડકાર નથી. જો તમે ચીજોને બનાવી રહ્યા છો અને ટેક્નોલૉજીના ક્ષેત્રમાં છો તો કોઈ સમસ્યા નહીં થાય.