છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લા દંતેવાડામાં મંગળવારે નક્સલીઓએ લોકસભા ચૂંટણીના ઠીક પહેલા ભાજપના કાફલા પર હમલો કરી દીધો. હમલામાં દંતાવેડાથી ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત થઈ ગયુ છે.
સ્થાનીકોના જણાવ્યા પ્રમાણે, ભીમા મંડાવી કુઆકોન્ડા બ્લૉકના શ્યામગિરી ગામમાં ચૂંટણી સભાને સંબોધિત કર્યા બાદ પરત નકુલનાર આવી રહ્યા હતા, ત્યારે રસ્તા પર નક્સલીઓ દ્વારા લગાવાયેલા એક લેન્ડમાઈન્સ પરથી તેમનું બુલેટપ્રુફ વાહન પસાર થયુ અને વિસ્ફોટ થઈ ગયો.
આ વિસ્ફોટમાં તેમનું વાહન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયુ. આ હમલામાં ધારાસભ્ય ભીમા મંડાવીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ, જ્યારે વાહનમાં ધારાસભ્યની સુરક્ષામાં તૈનાત ચાર જવાનો પણ આ ઘટનામાં શહીદ થઈ ગયા. પોલીસે ઘટનાની સત્તાવાર રીતે ખાતરી કરી છે.
જણાવી દઈએ કે બસ્તરમાં 11 એપ્રીલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. એન્ટી નક્સલ ઑપરેશંસના ડીઆઈજી પી સુંદર રાજે જાણકારી આપી કે હમલામાં ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત થઈ ગયુ. પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે નક્સલીઓએ બારુદી સુરંગમાં વિસ્ફોટ કરી હમલાને અંજામ આપ્યા.
જણાવી દઈએ કે ભીમા મંડાવી બસ્તરથી ભાજપના એકમાત્ર ધારાસભ્ય હતા. સીઆરપીએફ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે હમલો દંતેવાડામાં કુઆકોટા અને શ્યામગિરિ વચ્ચે થયો.