તમિલનાડુના તેની પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ડીએમકે ગઠબંધન પર નિશાન સાધ્યુ. તેઓએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, થોડાક દિવસ પહેલા ડીએમકે સુપ્રીમોએ એક નામદારને પ્રધાનમંત્રી ઉમેદવાર રજુ કર્યા, પરંતુ તેમના મહામિલાવટી સાથીઓમાંથી કોઈ તે નામદારને પીએમ પદ માટે માનવા માટે તૈયાર નથી. એવું શા માટે છે, એટલા માટે કેમકે તમામ કતારમાં છે અને પ્રધાનમંત્રી પદના સપના જોઈ રહ્યા છે.
પોતાનું ભાષણ શરૂ કરતા પહેલા પ્રધાનમંત્રીએ જલિયાવાલા બાગ કાંડની 100મી વર્ષગાંઠ પર પોતાની શ્રદ્ધાંજલિ આપી. તેઓએ તમિલનાડુના દિવંગત નેતાઓ એમજીઆર અને જયલલિતાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે દેશને આવા નેતાઓ પર ગર્વ છે, જેઓએ ગરીબો માટે કામ કર્યું.
પીએમ મોદીએ પી. ચિદંબરમનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું કે, આપણે બધા એ વાતના સાક્ષી છીએ કે પિતા નાણામંત્રી બને છે અને દીકરા દેશ લૂંટાવે છે. જ્યારે પણ તેમની સરકાર બની છે, તેઓએ હંમેશા લૂંટ્યા છે.