जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • સિધ્ધિ
  • ડો.તેજસ પટેલઃ પ્રમુખ સ્વામીના ઓપરેશને જીવન રાહ બદલી નાંખી
સિધ્ધિ

ડો.તેજસ પટેલઃ પ્રમુખ સ્વામીના ઓપરેશને જીવન રાહ બદલી નાંખી

08/01/2020
Share0

મેડિકલ ક્ષેત્ર બહુ આગળ વધી ગયું છે અને આ ક્ષેત્રમાં એટલાં બધાં સંશોધનો થાય છે કે, આપણે ચકરાઈ જાય. ભારતમાં મેડિકલ ક્ષેત્રે બહુ સંશોધન થતાં નથી છતાં કેટલાક ડોક્ટરો એવા છે કે જે ગાંઠનું ગોપીચંદન કરીને પણ સંશોધનો કરે છે. લોકોની તકલીફો ઘટે અને તેમને સસ્તા દરે સારવાર મળી રહે તે માટે મથ્યા કરતા આ ડોક્ટમાં એક નામ ડો. તેજસ પટેલનું પણ છે. 

ખ્યાતનામ કાર્ડિયાક સર્જન એટલે કે હૃદયરોગના નિષ્ણાત ડો. તેજસ પટેલે હૃદય રોગના દર્દીઓ માટે અનેક સંશોધનો કર્યાં છે અને એકદમ સરળ કહેવાય તેવી ટેકનિક્સ પણ વિકસાવી છે. તેના કારણે અત્યાર સુધીમાં હજારો દર્દીઓને નવજીવન મળ્યું છે. 

મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા તેજસ પટેલ નેશનલ સ્કોલરશિપ લઈને ભણ્યા હતા. શિક્ષણ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય પાસેથી મળેલી સ્કોલરશિપથી ભણેલા ડો. તેજસ પટેલે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને પછી એમ.ડી. કર્યું. બંનેમાં ગોલ્ડ મેડલ મેળવનારા તેડસ પટેલે પછી યુ.એન. મહેલા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરમાંથી ડોક્ટરેટ કર્યું. 

Advertisement

આ  જ સંસ્થામાં પછી તે નોકરીએ જોડાઈ ગયા. 2004 સુધી તેમણે સરકારી હોસ્પિટલમાં કામ કરીને હજારો ગરીબ દર્દીઓને નવજીવન આપ્યું. આ દરમિયાન તે કોલેજોમાં મેડિકલના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા તો જતા જ હતા. તેમના હાથ નીચે હજારો વિદ્યાર્થીઓ તૈયાર થયા છે. 

2000માં ડો. પટેલ ખાનગી હોસ્પિટલમાં જોડાયા ને 2006માં ટીસીવીએસમાં જોડાયા કે જેનું નામ પછીથી એપેક્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટ કરાયું. હાલમાં ડો. તેજસ પટેલ એપેક્સમાં ડિરેક્ટર છે. ડો.પટેલ હાલમાં પણ અમેરિકાની કોમનવેલ્થ યુનિવર્સિટી સહિતની ઘણી યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે સેવા આપે છે. અમેરિકાના માયો ક્લિનિકમાં વિઝિટિંગ પ્રોફેસર નિમાનારા પહેલા એશિયન બનવાનું ગૌરવ પણ તેમને પ્રાપ્ત થયું છે. 

ડો તેજસ પટેલે મેડિકલ ક્ષેત્રે ઘણાં નોંધપાત્ર સંશોધનો કર્યાં છે. તેમણે યુરોપીય ટેકનીકમાં સુધારા કરી નવી ટેકનવિક વિકસાવી છે. આ નવી પદ્ધતિથી દર્દીઓની તકલીફ ઘણી ઓછી કરી શકાય છે. ડો પટેલે વિદેશમાં પણ અનેક ડોક્ટરોનેને આ નવી પદ્ધતિની તાલીમ આપી છે. અત્યાર સુધીમાં 85 હજારથી વધારે કાર્ડિયાક સર્જરી કરી ચૂકેલા ડો.પટેલે ના યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કર્યા છે. 

Advertisement

થોડા સમય પહેલાં ડો. તેજસ પટેલે વિશ્વના ફર્સ્ટ-ઇન-હ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શન મારફતે પોતાની એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની કેથિરાઇઝેશન લેબથી લગભગ 32 કિમીના અંતરે આવેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાંથી સફળ ઓપરેશન કરીને નવી સિધ્ધી મેળવી હતી. દૂર બેઠાં બેઠાં ટેલિરોબોટિક સર્જરીની આ સિધ્ધી મેળવનારા ડો. પટેલ ભારતના પહેલા સર્જન છે.  

ડો. પટેલે ઘણી સેલિબ્રિટીને પણ નવજીવન આપ્યું છે. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ)ના પ્રમુખ સ્વામી મહારાજની હૃદયની તેમણે કરી હતી. ડો. તેજસ પટેલ એ ઓપરેશનને પોતાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ માન છે. પ્રમુખ સ્વામીના હૃદયે તેમના હૃદયમાં પરિવર્તન લાવી દીધું. 

એ સર્જરી પછી ડો. પટેલે વધુ ને વધુ પ્રમાણમાં જરૂરીયાતમંદોની સર્જરી કરતા થયા છે. હાલમાં ગરીબો અને મધ્યમ વર્ગની સેવામાં જીવન સમર્પિત કરનારા ડો. તેજસ પટેલ હજુ વધુ સંશોધનો કરીને લોકોની તકલીફો દૂર કરવા માટેના ઉપાયો શોધવામાં વ્યસ્ત છે. 

Advertisement
Advertisement

Share0
પાછલી પોસ્ટ
11માં ધોરણના વિદ્યાર્થીનો કમાલ, 2500 રૂપિયામાં હાઈડ્રોજનથી ચાલતી બાઈક
આગળની પોસ્ટ
વડોદરાની આ 16 વર્ષીય યુવતી બની Miss Teen International 2019

Related posts

ભારતવંશી ગીતાંજલિ રાવે જીત્યો પહેલો TIME એવૉર્ડ, બની ‘કિડ ઑફ ધ યર’

kaushal pancholi04/12/202004/12/2020

કરુણતાની નહીં, એક્તા- એક ગૌરવ ગાથા…

Sudhir Raval14/04/202014/04/2020

ઈંદિરા ગાંધી-અમૃત કૌર ટાઈમની ‘સદીની 100 પ્રભાવશાળી મહિલાઓ’માં સામેલ

Sudhir Raval07/03/202007/03/2020

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

રાજપાલ યાદવની વધી મુશ્કેલીઓ, ઈન્દોર પોલીસે અભિનેતા વિરુદ્ધ જારી કરી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

malay kotecha02/07/2022
02/07/20220

Alia Bhatt Pregnancy: પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા ભટ્ટ, કહ્યું- ‘હું એક મહિલા છું, પાર્સલ નહીં’

malay kotecha29/06/2022
29/06/20220

TMKOC: ‘મહેતા સાહેબ’ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શૉ Taarak Mehta Ka Ooltah Chashmah, જાણો કારણ

malay kotecha28/06/202228/06/2022
28/06/202228/06/20220

Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટે ફેન્સને આપ્યા GOOD NEWS, હોસ્પિટલમાંથી ફોટો કર્યો શેર; બે મહિના પહેલા રણબીર કપૂર સાથે થયા...

malay kotecha27/06/2022
27/06/20220

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

નર્મદાઃ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 13મીએ આવશે ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત; તાલુકા ભાજપના કાર્યકર્તાઓની યોજાઈ બેઠક

malay kotecha07/07/202207/07/2022
07/07/202207/07/20220

VIDEO: રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામના એક કોમ્પલેક્ષ જોવા મળી વિદેશી દારૂની ખાલી બોટલો, દારૂબંધીના કાયદાના ધજાગરા!

malay kotecha07/07/2022
07/07/20220

નર્મદા : રાજપીપળામાં અનિયમિત બસોના ધાંધિયાથી વિદ્યાર્થીઓ પરેશાન, કર્યો ચક્કાજામ

paras joshi07/07/2022
07/07/20220

મહેસાણા : વિજાપુરમાં પહોંચી વંદે ગુજરાત વિકાસયાત્રા

paras joshi07/07/2022
07/07/20220

આણંદ જિલ્લાના ઉમરેઠમાં ચોરોનો તરખાટ, 2 મકાનોમાં કર્યો હાથફેરો

paras joshi07/07/2022
07/07/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો