મધ્યપ્રદેશની ઇન્દોર સીટ પર ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી કોઇ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. આ સમય દરમ્યાન હાલના સાંસદ અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન નારાજ જોવા મળ્યા છે.
તેઓએ શુક્રવારે એક પત્ર જાહેર કર્યો છે કે ભાજપમાં તેમની ટિકિટને લઈને અસમંજસ છે અને નિર્ણય લેવામાં મુશ્કેલી પડી રહી છે. તેથી હવે હું ચૂંટણી નહીં લડું. સાથે સવાલ પણ કર્યો છે કે હજુ સુધી કેમ કઇ જાહેર કરવામા આવ્યુ નથી ?
મહત્વનુ છે કે ભાજપ મધ્યપ્રદેશની 29 લોકસભા સીટમાંથી 18 સીટ પરના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે.
પરંતુ મધ્યપ્રદેશની ઇન્દોર સીટ પર હજુ કોઇ ઉમેદવારનુ નામ જાહેર નથી કર્યુ. સુમિત્રા મહાજને સવાલ કર્યો છે કે શુ પાર્ટીને કોઇ સંકોચ થઇ રહ્યો છે કે શુ ? તેઓએ કહ્યુ છે કે અનિર્ણય ની સ્થિતિ કેમ ? મેં પહેલાથી જ નિર્ણય તેઓ પર છોડી દીધો હતો. એટલા માટે તેણે જાહેર કર્યુ છે કે તે ચૂંટણી નહીં લડે. જેથી પક્ષ કોઈ ખચકાટ વગર નિર્ણય કરી શકે.