દેશમાં લોકસભા ચૂંટણી 2019નું રણશિંગુ ફુંકાઈ ચુક્યુ છે. ચૂંટણીને લઈ ભાજપ વાપસીનો જોરદાર દાવો કરી રહી છે, તો કોંગ્રેસનું કહેવું છે કે તે નરેન્દ્ર મોદી સરકારને ઉખાડી ફેંકશે અને 5 વર્ષ બાદ ફરીથી સત્તામાં વાપસી કરશે.
રાજકીય પક્ષો ઉપરાંત જ્યોતિષવિદો પણ પોત-પોતાના દાવાઓ કરી રહ્યા છે. ઓંકારેશ્રરના જ્યોતિષ વિશ્વવિદ્યાલય અધ્યક્ષ ડૉ ભૂપેશ ગાડગેએ કહ્યું કે ભાજપ કોઈ પણ રીતે સત્તામાં વાપસી તો કરી લેશે, પરંતુ તેને ઘણા દળોનો સાથ લેવો પડશે.
મહારાષ્ટ્રના વિદર્ભની સાંસ્કૃતિક રાજધાની અને ધાર્મિક રૂપથી મહત્વપૂર્ણ અમરાવતીમાં કેટલાક દિવસ પહેલા જ્યોતિષ સમ્મેલન થયુ હતુ. તેમાં દેશભરમાંથી આવેલા જ્યોતિષીઓએ ધાર્મિક મુદ્દાઓ પર પોતાની રાય આપી , સાથે રાજનીતિક વર્તુળો પર પણ ટિપ્પણીઓ કરી.
મધ્ય પ્રદેશના ઓંકારેશ્વરના જ્યોતિષ વિશ્વવિદ્યાલયના અધ્યક્ષ ડૉ ભૂપેશ ગાડગેએ દાવો કર્યો છે કે, 2019માં પીએમ નરેન્દ્ર મોદી 2014ના પરિણામોને દોહરાવી નહીં શકે. તેઓએ કહ્યું કે ભાજપ કોઈ પ્રકારે સત્તામાં વાપસી તો કરી લેશે, પરંતુ 2019 નવેમ્બર આવતા-આવતા ગઠબંધનની મજબૂરીઓના કારણે નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી પદ પરથી છુટ્ટી થઈ જશે.
ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પ્રધાનમંત્રીના પદ પર વિરાજમાન થશે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક અંગત સર્વેક્ષણોમાં પણ દાવો કરવામા આવ્યો હતો કે 2019માં ભાજપનો જનાધાર ખસી રહ્યો છે.
અમરાવતીમાં થયેલી આ જ્યોતિષ સમાભામાં ભૂપેશ ગાડગે દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં થનારી આગામી વિધનસભા ચૂંટણીમાં પણ ભાજપ પાછળ રહી જશે. તેઓએ કહ્યું કે, સાથે જ શિવસેનાની તાકાત પણ વધી જશે.
ગાડગેના જણાવ્યા પ્રમાણે ભાજપ પોતાના મુખ્યમંત્રી મહારાષ્ટ્રમાં નહીં બનાવી શકે અને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા નેતા તરીકે ઉભરશે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં બીજેપીએ પહેલીવાર પોતાના દમ પર સરકાર બનાવી છે, આ સરકારને પહેલા શિવસેનાનું સમર્થન પ્રાપ્ત હતુ, પરંતુ બાદમાં શિવસેના આ સરકારમાંથી અલગ છઈ ગઈ હતી.
આ વચ્ચે, લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનને લઈ એક વાર ફરીથી વાતચીત થઈ રહી છે. આ મુદ્દાને લઈ કેટલાક દિવસ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાત પણ કરી હતી.