મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતીથી જીત બાદ મિઝો નેશનલ ફ્રન્ટના અધ્યક્ષ જોરમથાંગાએ શનિવારે મિઝોરમના નવા મુખ્યમંત્રી પદના શપથ લીધા. મિઝો નેશનલ ફ્રન્ટને 40 સભ્યોની વિધાનસભામાં 26 સીટો મળી છે. મિઝોરમના રાજ્યપાલ કુમ્મનમ રાજશેખરને આઈજોલમાં એક સમારોહમાં જોરામથાંગાના પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. એમએનએફ અધ્યક્ષ જોરમથાંગાએ શપથ મિઝો ભાષામાં લીધા.
મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીના નવનિયુક્ત ધારાસભ્યોએ જોરમથાંગાને ધારાસભ્ય દળના નેતા પસંદ કર્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મળ્યા બાદ કેટલાક સમય બાદ જોરમથાંગના નેતૃત્વમાં એમએનએફના ત્રણ નેતાઓના એક શિષ્ટમંડળે રાજ્યપાલ કુમ્મનમ રાજશેખરન સાથે રાજભવનમાં મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
10 વર્ષ બાદ સત્તામાં વાપસી
જોરમથાંગાએ પોતાની સરકાર બાનાવતા પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતુ કે તે ભાજપાના એકમાત્ર ધારાસભ્ય બુદ્ધઘન ચકમાને પોતાના મંત્રિમંડળમાં સામેલ નહીં કરે. એમએનએફ 10 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી લલથનહવલાએ કરારી હાર બાદ રાજ્યપાલને રાજીનામું સોંપ્યુ હતુ. જણાવી દઈએ કે વર્ષ 1986 બાદથી જ મિઝોરમમાં સત્તા ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક એમએનએફના હાથોમાં રહી છે.