કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, પાર્ટી (ભાજપ) કાર્યકર્તાઓએ પહેલા પોતાની ઘરેલુ જવાબદારીઓને પૂરી કરવી જોઈએ કેમ કે જે એવું નતી કરી શકતા, તે 'દેશ નથી સંભાળી શકતા.' ગડકરી, ભાજપની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (abvp)ના પૂર્વ કાર્યકર્તાઓના એક સંમ્મેલનને શનિવારે અહીં સંબોધિત કરી રહ્યા હતા.
ગડકરીએ કહ્યું, 'હું ઘણા લોકોને મળ્યો છું જેઓએ કહ્યું છે કે અમે ભાજપ, દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરવા ઈચ્છીએ છીએ. હું (એવા લોકોને) કહુ છું, તમે શું કરી રહ્યા છો અને તમારા પરિવારમાં બીજા ક્યા લોકો છે. તેઓ જણાવે છે કે, મે પોતાની દુકાન બંધ કરી દીધી છે કેમ કે તે સારી રીતે નહોતી ચાલી રહી… ઘરમાં પત્ની, બાળકો છે.'
તેઓએ કહ્યું, ' હું (તેઓને) કહુ છું, પહેલા પોતાના ઘરની દેખભાળ કરો, કેમ કે જે પોતાનું ઘર નથી સંભાળી શકતા, તે દેશ નથી સંભાળી શકતા. એવામાં પહેલા પોતાનું ઘર સંભાળો અને પોતાના બાળકો, સંપત્તિ જોયા બાદ પાર્ટી અને દેશ માટે કામ કરો.'