બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે પ્રધાનમંત્રી મોદીનો એક પર્સનલ ઈન્ટરવ્યુ કર્યુ છે. આ ઇન્ટરવ્યુ કોઇ ચંટણીને લગતો કે રાજનીતિને લગતો નથી કર્યો પરતું તેમણે પીએમ મોદી સાથે એક પર્સનલ ઇન્ટરવ્યુ કર્યો હતો. આજે ઈન્ટરવ્યુમાં અક્ષયે ઘણાં બધા પર્સનલ પ્રશ્નો પ્રધાનમંત્રીને પૂછ્યા હતા. તેમાં તેમણે એવું પણ પૂછ્યું હતું કે, તમને માં સાથે રહેવાનું મન નથી થતું? આ સવાલ વિશે મોદીએ જવાબ આપતા કહ્યુ કે, હું ઘણી નાની ઉંમરમાં જ ઘર-પરિવાર છોડી ચૂક્યો છું.
રાજકીય લોકો સાથેના સંબંધ વિશેની માહિતી આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તમે આશ્ચર્ય પામશો, તેનાથી મને ચૂંટણીમાં નુકસાન પણ થશે. પરંતુ આ મમતા દીદી આજે પણ મને એક ,બે કુર્તાઓ મોકલે છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, ખાસ કરીને વર્ષમાં 3-4 વાર ઢાંકાની મીઠાઈ મોકલે છે. જો મમતા દીદીને ખબર પડે કે, તો તે પણ વર્ષમાં એક કે બે વાર મીઠાઈ પણ મોકલે છે.
વિરોધ પક્ષના નેતાઓ સાથેની મિત્રતા વિશે સમજાવતાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "અમે વર્ષમાં એકવાર એક સાથે ભોજન પણ લઇએ છે.પણ તે ઔપચારિક છે. ઘણાં સમય પહેલાંની વાત છે ત્યારે તો હું સીએમ પણ નહોતો.ત્યારે હું કોઇ કામથી પાર્લામેન્ટ ગયો હતો. ત્યાં ગુલામ નબી આઝાદ અને હું મૈત્રીપૂર્ણ રીતે ગપસપ કરી રહ્યા હતા. પછી અમે બહાર આવ્યા. મિડિયાવાળાએ પુછ્યુ કે તમે આવી રીતે કેમ વાતો કરી રહ્યા છો. તમે તો આરએસ વાળા છો. ગુલામ નબી આઝાદ સાથે તમારી મિત્રતા કેમની થઇ. પછી ગુલામ નબીએ સારી પ્રતિક્રિયા આપી. અમે બંને ત્યાં ઊભા હતા તેઓએ કહ્યું – જુઓ, ભાઈઓ બહાર તમે લોકો જે વિચારે છો તેવુ નથી. કદાચ અમે લોકો જે રીતે કુટુંબીની જેમ જોડાયેલા છીએ. પક્ષના બધા લોકો, તે કદાચ તમે વિચારી નહીં શકો.
અક્ષય કુમારે પીએમ મોદીને પૂછ્યું કે જો તમને અલાદ્દીનનો ચિરાગ મળ્યો, તો તમારી ત્રણ ઇચ્છાઓ શું હશે? વડા પ્રધાન મોદીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો, હું સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓને વિનંતી કરીશ કે તમે ક્યારેય ભવિષ્યની પેઢી સાથે અલાદ્દીનની વાર્તા ક્યારેય ન સંભળાવતા, હું કહીશ કે તેમને સખત મહેનત કરતા શીખવો. આ કોઈ બાહ્ય ફિલસોફી નથી. આપણા મૂળમાં છે. આપણે ભારતીયો મહેનત કરવા વાળા છીએ.