સવારે 9 વાગ્યે બેલા સંસ્થાથી બીજા દિવસની પદયાત્રાનો પ્રારંભ થયો હતો. ગાંધીમૂલ્યોનાં માર્ગે ચાલનારી આ પદયાત્રા સૌરાષ્ટ્રની ધરતી પર ગાંધી વિચારોને વાગોળતી સમઢિયાળા ગામે પહોંચી ત્યારે ગામ લોકો દ્વારા ઉમળકાભેર તેમનું સ્વાગત કરાયું હતુ. સમઢીયાળા ગામના લોકોએ એક કિ.મી લાંબી રંગોળી કરી જ્યારે મુસ્લિમ ભાઈઓ દ્વારા ગાંધી કૂચ મારફતે પદયાત્રાનું સ્વાગત કરાયું હતુ.
તળાજાના દિહોર ગામે કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા આયોજિત ગાંધીમૂલ્યોના માર્ગે પદયાત્રા આવી પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતુ. દિહોર ગામે પૂ. મોરારીબાપુએ મહાવ્રત સભાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે સર્વધર્મ સન્માન ધર્મનું મૂળ છે, સમાનતાની વાતો વાણીથી થાય, સન્માન હ્વદયથી થાય સત્ય, પ્રેમ, કરૂણા ધર્મના સાર છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષમા જકડાઈ ગયેલા માનવોએ સમાજના કલ્યાણ અર્થે નદીના પ્રવાહની જેમ જીવન વહેતુ રાખવું જોઈએ. આ કાર્યક્રમમાં કેન્દ્રિય રાજ્ય આદિજાતિ મંત્રી જશવંતસિંહ ભાભોર, સાંસદ રંજનબેન ભટ્ટ, ડો. ભારતીબેન શિયાળ, સહિત ખુબ મોટી સંખ્યામાં પદયાત્રીઓએ હાજરી આપી હતી.
મંત્રી માંડવીયાએ પૂ. મોરારિબાપુને રેંટીયાની પ્રતિકૃતિ ભેટ કરી હતી, ત્યાર બાદ ગ્રામ્ય કારીગરોનું સન્માન કરાયું તેમજ ગાંધી ફોટો પ્રદર્શન શાળાના આચાર્યને ભેટ કરાયું હતુ.
“મારી આત્માની આ પદયાત્રા છે, મારા મનની આ પદયાત્રા છે, મારી બુદ્ધિની આ પદયાત્રા છે.” – પૂજ્ય મોરારીબાપુ pic.twitter.com/tj8TnciDdm
— #Mai_Bhi_Mohan (@mansukhmandviya) January 18, 2019
Advertisement
આવતી કાલે પદયાત્રામાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સીરીયલના પ્રોડ્યુસર અસિતભાઈ મોદી તેમની ટીમ સાથે જોડાશે અને રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શેત્રુંજી ડેમ ખાતે ગીતા રબારી, પાલીતાણા નગર ખાતે ગુજરાતમાં સૌપ્રથમ વખત રજુ થઈ રહેલી માનવ કદની કઠપુતળીનો કાર્યક્રમ, વાળુકડ ખાતે સંસ્કારીભરતી કલા સંસ્થા દ્વારા કાર્યક્રમ, ભાદાવાવ- આદ્દપુર અને ઘેટી ખાતે ભવાઈ એમ કુલ મળીને અલગ અલગ જગ્યાઓ પર ઘણા પ્રકારના કાર્યક્રમો યોજાશે.