કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવયાની પદયાત્રા આજે ચોથા દિવસે શેત્રુંજી ડેમથી પાલિતાણા ચાલી હતી. જેમાં હજારોની મેદની `મે ભી મોહન' ના નાદ સાથે જોડાઈ હતી. પદયાત્રા બને જીવનયાત્રાના મંત્ર સાથે લોકોમાં અનેરો ઉત્સાહ અને ગાંધીજીને જાણવા, માણવા તથા અનુભવવાની આતુરતાના અહી દર્શન થયા હતા.
પૂજ્ય મહાત્મગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ આ યાત્રા 3 દિવસ અગાઉ કાઢી હતી.જોકે આજે ચોથા દિવસે પણ આ યાત્રામાં મોટી માત્રામાં જનમેદની જોવા મળી હતી.
ગામે ગામે લોકો ઉસ્માભેર આ યાત્રાનું સ્વાગત સન્માન સાથે કરી રહ્યા હતા.ખાસ બળદગાડા,ઘોડા,ઢોલ-નગરાથી આ પદયાત્રાનું સ્વાગત થઈ રહ્યું હતું. સાથે જ ગ્રામજનોએ સ્વયંભુ પદયાત્રીઓ માટે શરબત,છાસ,પાણી અને નાસ્તાની પણ સેવાઓ પુરી પાડી હતી.
ચોથા દિવસની બીજી મહાવ્રત સભા પાલીતાણા નગરમાં `અહિંસા' પર યોજાઈ હતી, આ ઉપરાંત સાંસ્કૃતિક ડાયરો યોજાયો હતો જેમાં લોકગાયક અલ્પાબેન પટેલ તથા ઘનશ્યામ લખાણીએ સાહિત્ય પીરસ્યું હતું