દેશમાં આજકાલ ભગવાન હનુમાન સતત ચર્ચામાં છે અને તેમની ચર્ચાનો વિષય તેમની જાતિને લઈ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન હનુમાનને દલિત કહ્યા હતા, ત્યાર બાદ તેમની જાતિને લઈ રાજનીતિક નિવેદનો શરૂ થઈ ગયા છે. કોઈ તેમને દલિત, કોઈ મુસલમાન અને કોઈ તેમને જાટ જણાવી રહ્યા છે, પણ હવે સાંસદ કીર્તિ આઝાદે તેમને ચીની કહી દીધા છે.
આ મામલે કીર્તિ આઝાદે કહ્યું, 'હનુમાનજી ચીની હતા. દરેક જગ્યાએ અફવાઓ ઉડી રહી છે કે ચીની લોકો દાવો કરી રહ્યા છે કે હનુમાનજી ચીની હતા.' ત્યારે, ભાજપ સાંસદ ઉદિત રાજે હનુમાનને આદિવાસી કહ્યા.
હનુમાનજીની જાતિને લઈ બીજેપી નેતા અનેક પ્રકારની નિવેદનબાજી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ચેરિટેબલ બાબતોના પ્રધાન લક્ષ્મી નારાયણ ચૌધરીએ વિધાન પરિષદમાં ચર્ચા દરમિયાન હનુમાનજીને જાટ કહી દીધા.
તેઓએ કહ્યું હતુ, 'જે બીજાના દુઃખમાં કુદી પડે છે, તે જાટ જ હોઈ શકે છે. માટે હનુમાન જાટ હતા.' જો કે તેમની આ દલિલો સાંભળીને સદનમાં બેસેલા વિપક્ષીદળોએ હંગામો મચાવ્યો હતો.
બુક્કલ બોલ્યા- મુસલમાન હતા હનુમાન
આ પહેલા ભાજપના ધારાસભ્ય બુક્કલ નવાબે પણ હનુમાનની જાતિને લઈ અનોખુ નિવેદન આપ્યુ હતુ. તેઓએ કહ્યું હતુ કે હનુમાન મુસ્લિમ હતા. માટે મુસલમાનોના નામ રહમાન, રમજાન, ફરહાન, સુલેમાન, સલમાન, જિશાન, કુર્બાન પર રાખવામાં આવે છે.
બીજેપીના ધારાસભ્ય બુક્કલ નવાબ દ્વારા હનુમાનને દલિત કહેવા પર થયેલા વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે હનુમાનની જાતિ પર વાત થાય છે. તો એ પણ જોવું જોઈએ કે તે ક્યા ધર્મમાંથી હતા. મારુ માનવું છે કે હનુમાનજી મુસ્લિમ હતા. માટે મુસલમાનોમાં જે નામ રાખવામાં આવે છે, તે હનુમાન સાથે હળતુ-મળતુ આવે છે.
હનુમાનની જાતિને લઈ સૌથી પહેલા નિવેદન યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યુ હતુ જેમાં તેઓએ 27 નવેમ્બરે અલવરમાં ચૂંટણી રેલીમાં ભાષણ દરમિયાન હનુમાનને દલિત કહ્યા હતા. તેઓએ કહ્યું હતુ કે હનુમાન વનવાસી, વંચિત અને દલિત હતા. તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ખાસો એવો વિરોધ થયો હતો.